તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
સાયલામાં ખેડૂત વલ્લભભાઇ નાગાણીએ ઝેર પી લેતાં ગંભીર
રાજકોટ સારવાર હેઠળઃ બિમારીથી કંટાળીને પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૪: સાયલામાં રહેતાં વલ્લભભાઇ બાબુભાઇ નાગાણી (ઉ.વ.૪૦) નામના યુવાને વિક્રમભાઇ રામસિંહભાઇ ડોડીયાની વાડીએ હતાં ત્યારે ઝેરી દવા પી લેતાં સાયલા સારવાર અપાવી ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.વલ્લભભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા છે. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તે હાલમાં વિક્રમભાઇની વાડી ભાગમાં રાખીને વાવે છે. પરિવારજનોએ કહ્યું હતું કે વલ્લભભાઇને ડાયાબીટીસ, કીડની, લિવર સહિતની બિમારીઓ કંટાળી જતાં આ પગલુ ભરી લીધું હતું. હાલ તે સારવાર હેઠળ છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ભાવેશભાઇ મકવાણાએ સાયલા પોલીસને જાણ કરી હતી.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
