તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
જસદણના રાજાવડલામાં રેખાબેને અકળ કારણે ઝેરી દવા ગટગટાવી

રાજકોટ તા. ૨૪: જસદણના રાજાવડલા ગામે રહેતાં રેખાબેન મનસુખભાઇ ઓળકીયા (ઉ.વ.૩૦)એ સાંજે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણાએ ભાડલા પોલીસને જાણ કરી હતી. રેખાબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ છુટક મજૂરી કરે છે. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
પડવલામાં કિશોરભાઇ કામલીયાએ ઝરે પીધું
કોટડા સાંગાણીના પડવલા ગામે રહેતાં કિશોરભાઇ લીલાભાઇ કામલીયા (ઉ.વ.૩૮) નામના યુવાને વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં શાપર પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
