<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

માળીયામિંયાણા પીપળીયા ચાર રસ્‍તા હાઈવે પર મેજર બ્રિજના રિપેરિંગ કામ માટે બંધ કરાયેલા રસ્‍તા ઉપર ભારે વાહનોની અવરજવરનું જાહેરનામુ કાગળ ઉપર જેવો તાલ

 

(રજાક બુખારી દ્વારા) માળીયા મિંયાણા, તા.૨૪: માળીયામિંયાણા પીપળીયા ચાર રસ્‍તા સુધીનો માર્ગ મેજર બ્રિજના રિપેરિંગ કામ માટે બંધ કરાયેલા હોય જેનુ જાહેરનામુ પ્રસિદ્ધ કરીને આ હાઈવે ઉપર ભારે વાહનોની પ્રવેશ પ્રતિબંધિત જાહેરનામુ બહાર પાડયું હતું પરંતુ જાહેરનામુ માત્ર કાગળ ઉપર હોય તેમ માળીયા મચ્‍છુ બ્રિજ ઉપર ભારે વાહનોની બેફામ અવરજવર ચર્ચાનો વિષય બની જાહેરનામાની ધજજીયા વાહન ચાલકો ઉડાવી રહ્યા છે હાલ હાઈવે ઉપર મેજર બ્રિજના સમારકામ માટે બંધ કરાયેલા રસ્‍તા ઉપર ધોળા દિવસે ભારે વાહનો પસાર થતા હોય તો પછી જાહેરનામાનો અર્થ શું જાહેરનામુ કાગળ ઉપર હોય તેવો તાલ જોવા મળતા જાહેરનામાનો ઉલાળીયો કરીને રોડ પર આડાસ દુર કરીને વાહનોની અવરજવર ચર્ચાનો વિષય બન્‍યો છે.

મેજર બ્રિજના સમારકામ માટે લોકોની સલામતી અર્થ બંધ કરાયેલા બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવરથી કોઈ દુઘટર્ના બને કે અકસ્‍માત સર્જાઈ તો જવાબદારી કોની ?  જાહેરનામુ હોય કચ્‍છ તરફ જવા મોરબી તરફથી ભારે વાહનોની અવરજવર કરવી તેવો બોર્ડ લાગ્‍યા હોવા છતાં તમામ ભારે વાહનો માળીયા થઈને કોના કહેવાથી કોની દયાથી કોની જવાબદારી હેઠળ અહીં ભારે વાહનોની અવરજવર ચાલુ છે તે તપાસનો અને ચર્ચાનો વિષય બન્‍યો છે તેમજ માળીયા તરફથી પીપળીયા ચાર રસ્‍તા સુધી ભારે વાહનોની અવરજવર ચાલુ હોય તો પીપળીયા ચાર રસ્‍તા પાસે લગાવેલા પ્રવેશ પ્રતિબંધિતના સાઈન બોર્ડ પાસે કોઈ બંદોબસ્‍ત છે કે કેમ તે પણ તપાસનો વિષય છે કચ્‍છ તરફથી આવતા વાહનોની અવરજવર ચાલુ હોવાની પણ ચર્ચા થઈ રહી છે ત્‍યારે જાહેરનામાનો ઉલાળીયો કરીને ધોળા દિવસે પસાર કરાતા વાહનોની અવરજવર મામલે કોના ઉપર જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાશે ? આમ તો જાહેરનામુ બહાર પાડે તે કાગળ ઉપર જ હોય તેમ ગણેશ વિસર્જન વખતે પણ જોવા મળ્‍યુ હતું જોકે એમાં જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાઈ હતી ત્‍યારે વાહનોની અવરજવર મામલે પણ જાહેરનામા ભંગની કોના ઉપર ફરીયાદ નોંધાશે તે ચર્ચાનો વિષય બન્‍યો છે.

(11:55 AM IST)