<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

જામનગરના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમનો ગઇકાલે જન્‍મદિન ઉનજવાયોઃ ચોમેરથી અભિનંદન વર્ષા થઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૩:. જામનગરના સાંસદ પૂનમબેન માડમનો ગઇકાલે જન્‍મદિવસ ઉજવાયો. તેમને ગળથૂંથીમાં સુરાજયના સંસ્‍કારો મળેલા છે.

તેઓ સમાજ ઉપયોગી કાર્યોની હારમાળા શરૂ કરી દીધી છે. ગૌરક્ષા હોય કે, વ્‍યસનમૂકિત, વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં શિષ્‍યવળતિ આપવાની હોય કે પોતાના મતવિસ્‍તારની જનતાના સતત સંપર્કમાં રહેવાનું હોય, તેઓના અટકાવાઈ ગયેલા કાર્યો કરવાના હોય. પૂનમબેન આ બધામાં આગળ રહે છે. સમાજની સેવા કરવાની તક સાથે તેઓ પોતાના પદની ગરીમા ઉજજવળ કરી રહયા છે.

પૂનમબેન માડમે તેમના પિતાશ્રીની સ્‍મળતિમાં ટ્રસ્‍ટની સ્‍થાપના કરી અને સતત સાત વર્ષથી અનેકવિધ ક્ષેત્રોમાં સેવાકાર્યો કરી રહયા છે.  ગૌસેવા સારવાર કેન્‍દ્ર કાર્યરત છે. જેમાં નિષ્‍ણાંત ડોકટરો દ્વારા ગાયોની વિનામૂલ્‍યે સારવાર પૂરી પાડવામાં આવે છે. રમત-ગમત ક્ષેત્રે ટ્રસ્‍ટ દ્વારા ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ, બાસ્‍કેટબોલ, કબડ્ડી જેવી ટુર્નામેન્‍ટોનું આયોજન કરી ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવામાં આવે છે.

 સાંસ્‍કળતિક કાર્યક્રમો તથા ધાર્મિક ઉત્‍સવોની ઉજવણીમાં યથાયોગ્‍ય યોગદાન આપવામાં આવે છે.ᅠ્ર આરોગ્‍ય ક્ષેત્રે સર્વરોગ નિદાન કેમ્‍પ, રકતદાન કેમ્‍પ, નેત્ર નિદાન કેમ્‍પ જેવા કેમ્‍પો યોજાય છે. એઈડસ, ડાયાબીટસ, સ્‍વાઈનફલૂ, ડેન્‍ગ્‍યુ જેવા રોગોના પ્રતિકાર માટે જનજાગળતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. વ્‍યસનમૂકિત અભિયાન ચલાવવામાં આવે છે.

પૂનમબેન માડમ ર૦૧ર માં ડિસેમ્‍બર મહિનામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતાં. તેમના ધારાસભ્‍ય તરીકેના કાર્યકાળ દરમ્‍યાન તેમણે તેમના મતવિસ્‍તારના લગભગ તમામ ગામડાઓનો પ્રવાસ કરી સતત લોકસંપર્ક જાળવી રાખ્‍યો છે.

 

વર્ષ ર૦૧૪ માં યોજાયેલી લોકસભાની સામાન્‍ય ચૂંટણીમાં ૧ર-જામનગર લોકસભા મતવિસ્‍તારમાંથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્‍ય તરીકે વિજેતા થયા હતા અને સંસદ સભ્‍ય તરીકે તેઓ તેમના મતવિસ્‍તારમાં સતત લોકસંપર્ક સાથે કાર્યરત રહ્યા હતા. કેન્‍દ્ર સરકારના માઘ્‍યમથી જામનગર જિલ્લો તથા દ્વારકા જિલ્લાને વધુને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્‍નશીલ અને કાર્યરત રહ્યા હતા.   જળહળતી કામગીરી અને લોકપ્રિયતાને ઘ્‍યાને લઈને ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ફરી તેમને ઉમેદવારી કરવાની તક મળી હતી અને તે તકને સાર્થક કરીને તેઓશ્રી સતત ત્રીજી વખત જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્‍ય તરીકે નોંધપાત્ર બહુમતીથી વિજેતા થયા છે.

સંસદ સભ્‍યની રૂએ તેઓની ભારત સરકાર દ્રારા અગત્‍યની કમિટીઓ જેવી કે પાર્લામેન્‍ટરીની સ્‍ટેન્‍ડીંગ કમિટી ઓન પબ્‍લીક સેકટર તેમજ મહિલા સશકિતકરણની સ્‍ટેન્‍ડીંગ કમિટી અને રાજકોટમાં આકાર પામનાર  કમિટિ સહિતની અગત્‍યની કમિટિઓમાં નિયુકિત થઇ ચુકયા છે. આજે  જન્‍મ દિવસ નિમિતે તેઓને મો.નં. ૯૯૨૫૦ ૯૯૮૮૧ ઉપર  શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(11:59 AM IST)