<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

જામનગર જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

જામનગર તા.૨૪: જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં સર્વિસ રોડ રીપેરીંગ, જમીન સંપાદન, જાહેર જગ્યાઓ પર ર્પાકિંગ, શહેરમાંથી દબાણો હટાવવા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિતો સાથે જામનગર શહેરમાં બાલા હનુમાન મંદિર આગળ અલગથી ર્પાકિંગ સ્પોટ બનાવવા અંગે, દરબારગઢ અને અન્ય બજારોમાં પાથરણાવાળા અને અન્ય દ્વારા કરવામાં આવતા દબાણને હટાવવા માટે, જાહેરમાં દબાણ કરતા લોકો પાસેથી રૂ.૫૦૦૦ સુધીના દંડ વસુલ કરવાની વ્યવસ્થા ગોઠવવા અંગે, અમુક સ્થળો પર ખાનગી ટેકસી ર્પાકિંગનો ઙ્ક' ના સર્જાય તે માટે આરટીઓ કચેરી દ્વારા રેગ્યુલર ચેકીંગ કરવા બાબતે,  રખડતા ઢોરોને જાહેરમાં છોડી મુકતા લોકો વિરુદ્ધ કડક દંડની કાર્યવાહી તથા ઢોર ડબ્બાની સંખ્યા વધારવા માટે પણ કાર્યવાહી હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હાઇવે પર અકસ્માતો નિવારવા માટે સીસીટીવી સર્વેલન્સ અને સતત મોનીટરીંગ થાય, બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક રીપેરીંગ થાય તે કામગીરી પૂર્ણ કરવા માટે કલેકટરશ્રીએ આ બેઠકમાં ખાસ સૂચના આપી હતી. જામનગર શહેરમાં ઘોડાગાડીવાળા અને અન્ય પ્રાણીઓને જાહેરમાં ખુલ્લા મૂકી દેતા લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે. 

આ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, સમિતિના સરકારી સભ્યશ્રીઓ અને આમંત્રિત બિન સરકારી સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.

(1:16 PM IST)