<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

બાગાયત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા જરૂરી તાલીમ તથા રાહત દરે શાકભાજીના બિયારણ તથા ખાતર મેળવી શકાશે

જામનગર તા.૨૪: નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા જામનગર જિલ્લાના તમામ નાગરીકોને જણાવાયું છે કે દરેક નાગરીક પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે જ ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કીચન ગાર્ડન)નું આયોજન કરી ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભીંડો, ટમેટા, રીંગણ, મરચાં, વાલોળ-પાપડી, ચોળી, તુરીયા, ગલકા, દુધી, કારેલા વગેરેનુ વાવેતર કરી શકે તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ દ્વારા રૂપિયા ૫ પ્રતિ પેકેટના ટોકન ભાવે શાકભાજી બિયારણના પેકેટ તથા સેન્દ્રીય/ઓર્ગેનિક ખાતર કીફાયતી દરે વિતરણ કરવામા આવે છે. તેમજ કચેરી દ્વારા એક દીવસીય કીચન ગાર્ડનિંગ વિષય પર તાલીમનુ પણ આયોજન કરવામા આવે છે. તેથી રસ ધરાવતા દરેક નાગરીકોએ કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોનનં. (૦૨૮૮)૨૫૭૧૫૬૫) ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવવામા આવે છે.

(1:20 PM IST)