<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ-જુનાગઢ દ્વારા ૩૦ દિવ્યાંગોને કૃત્રિમ પગનો લાભ

 

જુનાગઢ : USA ના જયોતિબેન શાહ પરિવાર દ્વારા સ્વ. ભરતભાઈ શાહની સ્મૃતિમાં સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ સંસ્થાના દાતા બની દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ પગ આપવાનુ સેવા કાર્યનું બિરૂદ ઝડપી લીધુ હતુ. વિકલાંગ સમાજસેવી  અશ્વિનભાઈ પંડયાના રેફરન્સથી સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ તથા મતિ પ્રભાકુંવરબેન આર. વાધર સાધન સહાય કેન્દ્ર ભાવનગર ના સંયુકત ઉપક્રમે વિકલાંગો માટે કૃત્રિમ પગ (પ્રભાફુટ) વિતરણનો નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવેલ. વિકલાંગોના ઘુટણ ઉપરના તથા ઘુટણ નીચેના કપાયેલા પગનું માપ લઈ કૃત્રિમ પગ (પ્રભાફુટ) બનાવવમાં આવેલ. જેમાં અમરેલી, જામનગર, રાજકોટ, મોરબી, પાલીતાણા, જૂનાગઢ સહિતના ૭ જિલ્લાઓમાંથી ૩૦ જેટલા દિવ્યાંગોએ નિઃશુલ્ક કૃત્રિમ પગ નો લાભ લીધો. આ કાર્યક્રમમાં કૃત્રિમ પગ વિતરણ માટે   ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી કલેકટર  ચૌધરી, ગીરીશભાઈ કોટેચા, કે. બી. સંઘવી , મારવાડી યુનિવર્સિટીના ડીન  નરેશભાઈ જાડેજા , મારવાડી યુનિવર્સિટીના વીસી  આર.બી. જાડેજા , બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેષભાઈ દવે, સત્યમ સેવા યુકવ મંડળના મનસુખભાઈ વાજા, શ્રીમતિ પ્રભાકુંવરબેન આર. વાધર સાધન સહાય કેન્દ્ર ભાવનગરના HOD રવિભાઈ વાટલીયા, અહીંના ચિફ ઈન્જીન્યર માવાણી , યતિનભાઈ કારીયા, કિશોરભાઈ ચોટલીયા, વિજયભાઈ ભટ (ગોંડલ ગૃપ), વિજયાબેન લોઢીયા, અમિષીબેન ગાંધી, બાબુભાઈ ગજેરા, ડો. અઘેરા , તેમજ ઉપલેટા, ધોરાજી, ધંધુસર, માણાવદર તથા માખીયાળાથી આવેલ અગ્રણી દાતાઓ હાજર રહેલ. કાર્યક્રમના અંતે સાંત્વન સંસ્થાની વિકલાંગ દીકરીઓ ધ્વારા કૃતિ પ્રસ્તુત કરવામાં આવી તેમજ ટ્રસ્ટી નિલમબેન પરમાર તથા રેખાબેન પરમાર દ્વારા તમામ મહેમાનનો આભાર વ્યકત કરવામાં આવેલ.

(1:29 PM IST)