<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજની ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી યુવક મહોત્સવ 'અવસર-૨૦૨૪'માં ગીત-સંગીત-નાટ્ય ક્ષેત્રે ઝળહળતી સિધ્ધિ

જૂનાગઢઃ ભકત કવિ નરસિંહ મેહતા યુનિ. દ્વારા આયોજિત છઠ્ઠા યુવક મહોત્સવમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર યુવક મહોત્સવ માં 'સેકન્ડ રનર્સ અપ'ની ટ્રોફી તથા સંગીત વિભાગમાં 'રનિંગ ટ્રોફી' અને ૨૧,૦૦૦નું રોકડ ઈનામ જીતી સમગ્ર શિક્ષણ જગતમાં સાબિત કરી દીધું કે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ જો ધારે તો કલાક્ષેત્રમાં પણ ડંકો વગાડી શકે છે. નરસિંહ મેહતા યુનિ. તથા ડી. એમ. બારડ સંકુલ, ઘુસિયા ગીર ના સંયુકત ઉપક્રમે ઘુસિયા ગીર ખાતે યોજાએલ યુવક મહોત્સવ 'અવસર-૨૦૨૪'માં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ની કુ. માનસી સોલંકી એ હળવાકંઠ્ય સંગીત માં પ્રથમ ક્રમ અને પાશ્ચુાત્ય સંગીત માં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવ્યું હતું. આ ઉપરાંત ભારતીય સમૂહગીત સ્પર્ધામાં કુ. માનસી સોલંકી, કુ. જહાનવી મકવાણા, કુ. ક્રિશ્રા દૂધરેજિયા, કુ. અદિતિ મહેતા અને કુ. દ્રષ્ટિ પટેલના ગ્રુપે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે કુ. માહિ પરમાર, કુ. અદિતિ મહેતા, કુ. જીવાણી જહાનવી, કુ. દ્રષ્ટિ દંડવાણી અને કુ. ઉર્વશીબા ચુડાસમા ના ગ્રુપે પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર કોલેજને હર્ષાન્વિત કરી હતી. નાટ્યક્ષેત્રે પણ લઘુનાટકમાં કુ. રવિના છાત્રોડિયા, કાજલ વાઢેર, પાર્મી દોમડિયા, એકતા વાણિયા, કરન રાઠોડ અને અંજલિ જેઠવા ના ગ્રુપે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજને યુવક મહોત્સવ માં ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું હતું. પ્રિન્સિપાલ ડો. આર.પી. ભટ્ટે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી હતી. આ સિદ્ધિઓ બદલ ટીમ મેનેજર ડો. અર્ચના ગજ્જર, કુશભાઈ વાછાણી, ભાવેશભાઈ દેવધરીયા તથા શૈલેષભાઈ ડોડિયા જેહમત ઉઠાવી હતી.(

(1:30 PM IST)