<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

સાચવવા આપેલ ૧૦ તોલા સોનુ પરત નહીં આપી ચોરવાડના શખ્સનો વિશ્વાસઘાત

વૃધ્ધની ફરિયાદના પગલે પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૪ : સાચવવા આપેલ ૧૦ તોલા સોનુ પરત નહીં આપી ચોરવાડના શખ્સે વિશ્વાસઘાત કર્યો હોવાની વૃદ્ઘની ફરિયાદના પગલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.ઙ્ગ

આ બનાવની વિગતો એવી છે કે, માળીયાહાટીના તાલુકાના ચોરવાડમાં હવેલી સામે આવેલ પાઠક શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ ધનજીભાઈ અગરજા નામના વૃદ્ઘ એકલા રહેતા હોય અને અવર નવર બહાર જોવાનું રહેતું હોય તેમજ રાત્રે પણ ઘરે કોઈ હાજર રહેતું ન હતું.

આથી વૃદ્ઘે ચોરવાડના મુરલીભાઈ બાલચંદભાઈ જીવનાણીને સાડા સતર તોલા સોનુ સાચવવા માટે આપ્યું હતું. જેમાંથી જે તે સમયે સાત તોલા સોનુ વૃદ્ઘને પરત કર્યું હતું. પરંતુ સાડા દસ તોલા સોનુ મૂલચંદ જીવનાણી પાસે હોય જેથી અવારનવાર ઉઘરાણી કરવા છતાં પણ રૂપિયા ૨,૩૬,૨૫૦નું પરત કર્યું ન હોવાની ફરિયાદ વૃદ્ઘે નોંધાવતા ચોરવાડ પોલીસે મુરલીભાઈ બાલચંદભાઈ જીવનાણી વિરુદ્ઘ વિશ્વાસઘાતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી. એચ. સિસોદિયા ચલાવી રહ્યા છે.

(1:33 PM IST)