તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
કેશોદના ડો.રઘુવીર દયાતરે ત્રીસ સેકન્ડમાં ૧૪૧ વખત એક પગ ઉપર દોરડાં કુદી ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

(કમલેશ જોષી દ્વારા) કેશોદ,તા. ૨૪: કેશોદના નિવૃત પોલિસ અધીકારી ગાંગજી ભાઈ દયાતરનો પુત્ર અને હાલ આવકાર હોસ્પિટલ કેશોદ ખાતે ફિઝીયોથેરાપી તબીબ તરીકે સેવા આપતાં ડોકટર રઘુવીર દયાતર યુવાન વયે દોરડાં કૂદવાની રમત શારીરિક તંદુરસ્તી માટે કરતાં હતાં ત્યારે પોતાની આ રમતને આગવી રીતે રમીને વિશ્ચ સ્તરે રેકોર્ડ સ્થાપી કેશોદ શહેર અને પરિવારને ગૌરવ અપાવવાનો મકકમ નિર્ધાર કરી અગાઉ ગીનીસ બુકમાં ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર ૧૩૨ વખત દોરડાં કુદવાનો રેકોર્ડ નોધાયો હતો.
જે રેકોર્ડ તોડીને ડોકટર રઘુવીર દયાતરએ ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર ૧૪૧ વખત કુદી પોતાના નામે કરી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી કેશોદ શહેર અને મહિયા ક્ષત્રિય સમાજનુ ગૌરવ વધાર્યું છે. તથા ડોકટર રઘુવીર જી દયાતરે એક મીનીટમાં એક પગ ઉપર ૨૪૮ વખત દોરડાં કુદવાનો રેકોર્ડ પણ લીમ્કા બુક ઓફ રેકોર્ડમા પણ નોધાવ્યો છે તથા પગની આંગળીઓ પર ચાલીને વધારે અંતર કાપવાનો વિશ્વમા પ્રથમ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ પોતના નામે કરેલો છે જે પોતે જ પોતાના રેકોર્ડને તોડી હજુ પણ આગળ ભવીષ્યમા ગીનીઝ વર્લ રેકોર્ડ બનાવશે તેવી આશા વ્યકત કરી છે.
સાથે જ રઘુવીરને વ્યકિતના બોલપેનથી આબેહુબ સ્કેચ ચિત્રો બનાવાનો પણ શોખ છે જેની નોંધ લઈ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિત મહિયા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
