<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

ભાવનગરના ઘોઘા પાસેથી ૭ લાખના ડ્રગ્‍સ સાથે ૩ ઝડપાયા

એસ.ઓ.જી. ટીમની કાર્યવાહી : ઇકબાલ ચૌહાણ, રાજેશ સોલંકી અને જયેશ ગોહેલની પૂછપરછ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪: ભાવનગર સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે  પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે ઘોઘા તાલુકાના કુડા ચોકડી પાસેથી ત્રણ શખ્‍સોને ને ૭૦.૮૨ ગ્રામ મેથાએમ્‍ફટામાઇન ડ્રગ્‍સની કિંમત ૭ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 ભાવનગર જિલ્લા પોલીસ  દ્વારા રાજ્‍યમાંથી ચોરી છુપી ડ્રગ્‍સ લાવી ગેરકાયદેસર પ્રવળત્તિ કરતા ઈસમો પર વોચ ગોઠવવામાં આવી રહી છે અને ભાવનગરના યુવા ધનને નશા ના અંધકારમાં ધકેલવાની પ્રવળત્તિ કરતા ઈસોમો કડક હાથે કામગીરી કરવા સૂચનો આપવામાં આવી છે, અને ભાવનગરમા ંૅNO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવ્‍યું છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે મોડી રાત્રે એસઓજી પોલીસની ટીમ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘા તાલુકાના કુડા ચોકડી પાસે થી ત્રણ શખ્‍સો ઈકબાલ જુમાભાઈ ચૌહાણ ઉ.મ.૪૦ રહે. પ્રભુદાસ તળાવ સરકારી નિશાળ સામે શેરી નંબર ૪, રાજેશ ભીખાભાઈ સોલંકી ઉ.વ.૩૪ રહે.કુંભારવાડા મોતી તળાવ રોડ તથા જયેશ રાજેશભાઈ ગોહેલ ઉ.વ.૨૪ રહે કુંભારવાડા મોતી તળાવ રોડ વાળા ઓ પાસેથી ૭૦.૮૨ ગ્રામ મેથાએમ્‍ફટામાઇન ડ્રગ્‍સની કિંમત ૭,૦૮,૨૦૦ તથા ત્રણ મોબાઈલ કિં.રૂપિયા ૧૫,૦૦૦ સહિત કુલ કિં.રૂ.૭,૨૩,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્રણ શખ્‍સોને ઝડપી લઈ ફઝભ્‍લ્‍ એક્‍ટ હેઠળ ધરપકડ કરી ઘોઘા પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાવી આરોપી મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

(3:02 PM IST)