તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th September 2024
વિરપુર (જલારામ)માં જીતુભાઇ લાલના પદગ્રહણ સમારોહ પ્રસંગે રવિવારે લોહાણા જ્ઞાતિજનોનું મહાસંમેલન

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ),તા.૨૪અખિલ ગુજરાત લોહાણા સમાજના અધ્યક્ષ તરીકે જામનગરના રઘુવંશી યુવા ઉધોગપતિ જીતુભાઈ લાલની સર્વાનુમતે વરણી થયા પછી તેઓના પદગ્રહણ સમારોહ અવસરે વિશ્વ વિખ્યાત યાત્રાધામ જલારામધામ (વિરપુર) ખાતે રાજયભરના લોહાણા જ્ઞાતિજનોના મહાસંમેલનનું આયોજન કરાયું છે.
અખિલ ગુજરાત લોહાણા સમાજના નિવૃત્ત થઈ રહેલા હોદેદારો પ્રમુખ ધનવાનભાઈ કોટક, વરિષ્ઠ ઉપપ્રમુખ પ્રવિણભાઈ ઠકકર, મહામંત્રી મગનભાઈ રૂપારેલ, મંત્રી ભરતભાઈ વસાણી, ખજાનચી શૈલેષભાઈ સોનપાલ, યુવા પાંખના પ્રમુખ જયેશભાઈ સચદે (બાપા દયાળુ), મહિલા પ્રમુખ પ્રભાબેન રાજાએ રઘુવંશીઓને ઉમટી પડવા નિમંત્રણ પાઠવ્યું છે.
વિરપુરમાં આગામી રવિવારના બપોરે ૩-૩૦ વાગ્યે અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા થશે જેમાં નવનિર્વાચિત અધ્યક્ષ તરીકે જીતુભાઈ લાલ પદગ્રહણ કરશે અને એ સાથે જ રઘુવંશી મહાસંમેલનનો મંગલ પ્રારંભ થશે. આ સંમેલન પૂર્ણ થયા પછી એમ.જી.એલ. ફાર્મ હાઉસ, ગુણાતીત વિદ્યાધામ, ગુરૂકુળ સામે (વિરપુર) ખાતે તમામ રઘુવંશીઓ માટે સ્વરૂચી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિરપુર (જલારામ) ખાતે પત્રકાર પરિષદમાં લોહાણા સમાજના આગેવાનો નજરે પડે છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
