<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

કલ્‍યાણપુરનાં ખાખરડામાં હત્‍યાના ગુન્‍હામાં પોલીસમેન ૩ દિવસના રિમાન્‍ડ ઉપર

ર મહિના પહેલા કાકા અને પિતરાઇ ભાઇના મોતનો બદલો લેવા હત્‍યા કરી'તી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪ :..   દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્‍યાણપુર તાલુકાના ખાખરડા ગામે પરબડી સીમમાં ગત તા. ૧૫ મી જુલાઈના રાત્રે એક ખેડુત વળધ્‍ધ વજુભા બનેસંગ જાડેજાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્‍યા કરાયેલી હાલતમાં મળતદેહ મળી આવ્‍યો હતો. જે અંગે મળતકના પુત્ર વનરાજસિંહએ કલ્‍યાણપુર પોલીસને જાણ કર્યા બાદ બાદ તેમની ફરીયાદના આધારે પોલીસે આ ગુના અંગે અલગ અલગ પાસાઓથી તપાસ હાથ ધરી હતી.

આ ચકચારી હત્‍યા પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન હત્‍યાના બનાવમાં ખંભાળિયા પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજાની સંડોવણી હોવાનુ ખુલ્‍યુ હતુ. જે બાદ તપાસ ટીમ દ્વારા દશરથસિંહની શોધખોળ હાથ ધરાઈ હતી. જે દરમિયાન ગત રવિવારે રાત્રે દશરથસિંહ ખંભાળિયા પોલીસ મથકમાં આ ગુન્‍હાની તપાસ કરનાર અધિકારી સમક્ષ હાજર થયા હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

આરોપી પોલીસકર્મી હાજર થયા બાદ તેની સધન પોલીસ પુછપરછમાં આરોપી દ્વારા પોલીસ સમક્ષ એવી કબૂલાત આપવામાં આવી છે કે, ગત ૨૦૧૨ની સાલમાં મળતક વજુભા જાડેજાની વાડીમાં ઈલેક્‍ટ્રીક કરંટ મૂકવામાં આવ્‍યો હતો. જે કરંટ લાગતા આરોપીના કાકા ઉપરાંત કાકાનો દીકરા એમ બંનેના મળત્‍યુ થયા હતા. આ બનાવ બાબતે જે-તે સમયે કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશનમાં ગુનો પણ નોંધાવવામાં આવ્‍યો હતો. પોલીસ પુછપરછમાં આરોપીએ પોતાના કાકા ઉપરાંત પિતરાઈ ભાઈના મળત્‍યુનો બદલો લેવા માટે હત્‍યાની આ ઘટનાને અંજામ આપ્‍યો હોવાનું સામે આવ્‍યું છે.

હત્‍યાના આ સમગ્ર બનાવથી દેવભૂમિ દ્વારકા સહિતના પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. ત્‍યારે ઝડપાયેલા પોલીસ કોન્‍સ્‍ટેબલ દશરથસિંહ રણુભા જાડેજા (ઉ.વ. ૩૯, રહે. હાલ ગાયત્રીનગર, શક્‍તિનગર - ખંભાળિયા, મૂળ રહે. કલ્‍યાણપુર) ને પોલીસે અદાલત સમક્ષ રજૂ કરી, રિમાન્‍ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીના ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા છે.

(4:44 PM IST)