News of Wednesday, 25th September 2024
ધોરાજીમાં મકાનની દિવાલ તૂટી પડી
વહેલી સવારે લોકોની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી : જર્જરીત મકાનો સામે પાલિકા તંત્ર કામગીરી કરે તેવી માંગ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૫ : બજાર ચકલા ચોક વિસ્તારમાં રહેણાંક મકાનની દિવાલ અચાનક ધરાશાહી થતાં મોટી જાનહાની ટળી હતી. ધોરાજી નગરપાલિકાની હદ અને મુખ્ય બજાર ગણાતી ચકલા ચોક વિસ્તારમાં આજે વહેલી સવારે અચાનક બંધ પડેલ મકાનની દિવાલ ધરાશાયી થતાં કોઇ જાનહાની જોવા મળેલ ન હતી. મુસ્લિમ દંપતિનો બચાવ થયો હતો.
આ વિસ્તારના લોકોએ જણાવેલ કે ચકલા ચોક એટલે સમગ્ર ધોરાજી અને તાલુકાના લોકો આ વિસ્તારમાં ખરીદી કરવા આવતા હોય છે અને છેલ્લા કેટલાક સમયથી આ જર્જરીત બંધ હાલતમાં મકાન પડ્યું હતું અને કોઈપણ જાતના વરસાદ વગર અચાનક જ બંધ પડેલ મકાન વહેલી સવારે પડતા આ વિસ્તારમાં કોઈ લોકોને અવર-જવર ન હતી જો દિવસના સમયમાં ચાલુ બજારમાં પડ્યું હોત તો મોટી જાનહાની સર્જાત તે વિશે સંભવના પણ જોવા મળી રહી હતી
લોકોના જણાવ્યા મુજબ ધોરાજી શહેરમાં અનેક વિસ્તારોમાં આ પ્રકારના જર્જરીત મકાનો છે કયારે પડશે અને કોના ઉપર પડશે તેની કદાચ તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે...? થોડા દિવસો પહેલા જ જુનાગઢ રોડ ઉપર એક મુસ્લિમ દંપતિ વયો વળદ્ધ સિનિયર સિટીઝન તરીકે રહેતા હતા અને એમના મકાનની અચાનક દિવાલ ધરાશાહી થતા કુદરતે તેમને બચાવ્યા હતા. આ જ પ્રકારે ધોરાજીના વોકળા કાંઠા વિસ્તાર તેમજ સ્ટેશન રોડ સ્ટેશન પ્લોટ જેતપુર રોડ વગેરે વિસ્તારોમાં આવા જર્જરીત મકાનો છે પરંતુ નગરપાલિકા માત્ર નોટિસ આપીને પોતાની ફરજ પૂરી પાડી દે છે ગમે એ સમયે મકાન ધરાશાહી થઈ જાય તો મોટી જાનહાની થવાની પણ સંભાવના જોવા મળી રહી છે....? પરંતુ નક્કર કામ કરવાની બદલે માત્ર કાગળ ઉપર કામ થતું હોય તેવી ચર્ચા થઇ રહી છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
