News of Wednesday, 25th September 2024
પોરબંદર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશઃ સેલ્ફી વીજ સફાઇને પ્રતિસાદ

પોરબંદર,તા.૨૫: જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ ઝુંબેશ અંતર્ગત સેલ્ફી વીથ સફાઈ મિત્રની ઝુંબેશ હાથ ધરાઈ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪' અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ઠક્કરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત દરરોજ માટે જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે.
સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ ઝુંબેશ અંતર્ગત પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સેલ્ફી વીથ સફાઈ મિત્રની થીમની પ્રવળત્તિ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા ગામોમાં સફાઈ કરતા સફાઈ મિત્રને પ્રોત્સાહન મળી રહે તે માટે સફાઈ કર્મચારીઓ સાથે સેલ્ફી લેવામાં આવી છે. ખરાઅર્થમાં ગામને ચોખ્ખુ સુંદર સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપનાર સફાઈ કર્મચારીઓ સાથે આજે સેલ્ફી લઈ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સરકાર દ્રારા લોકોના સ્વભાવ અને સંસ્કારમાં સ્વચ્છતાના બિજ રોપવામાં આવ્યા છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
