News of Wednesday, 25th September 2024
વિક્રમ સવંત મુજબ ગાંધીજીના જન્મદિનની રેટીંયા બારશ તરીકે ઉજવણી
અંગ્રેજી મહિના મુજબ રજી ઓકટોબરે ગાંધી જયંતીની ઉજવણી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં વિક્રમ સવંત ૧૯રપમાં થયો હતો. અને તે દિવસ અંગ્રેજી કેલેન્ડર મુજબ ર જી ઓકટોબર હતો. પૂ. ગાંધીજીના વિક્રમ સવંત મુજબ જન્મદિનની રેટીયા બારશ તરીકે ઉજવણી કરાય છે અને ઇ.સ. અંગ્રેજી કેલેન્ડર મુજબ પૂ. ગાંધીજીનો જન્મદિન ર જી ઓકટોબરે ઉજવાય છેફ.
આઝાદી-સ્વતંત્ર પ્રાપ્ત થયા બાદ માત્ર સને ૧૯૪૮ માં પ્રથમ અંગ્રેજી માસ જાન્યુઆરી તા. ૩૦ મી જાન્યુઆરી ૧૯૪૮ને ગુરૂવારના નથુરામ ગોંડસેની ગોળીથી વિંધાણા, તેઓની પ્રાર્થના કરી બહાર આવેલ ત્યારે વંદન કરવાના બહાને નથુરામ ગોંડસે નીચા નમી ગોળીધરબી દીધી પરંતુ ભારતની આઝાદી પ્રાપ્ત થયા બાદ રાષ્ટ્રીયપિતાનો ઇશારો દર્શને ચુકયુ રહ્યો આ સતાની સાઠમારીમાં દેશ અટવાયો હતો.જેમાંથી આજે બહાર આવવાનું કઠીન છે. રાજકીય તેની પ્રમાણીકતા માટે સંશોધન કરવું જરૂરી બન્યું છે. અને નિષ્ઠાવાન મળવા મુશ્કેલ છે.
ગાંધીજીએ તેની આત્મ કથામાં જણાવેલ કે ‘‘હિંદ સ્વરાજ''માં રેંટિયાની મારફતે હિન્દુસ્તાનની કંગાલિયત માટે એમ મે માન્યુ અને જે રસ્તે ભૂખમરો થયો તો સહુ સમજી શકે એવી વાત ગણાય. સન ૧૯૧૫માં દક્ષિણ આશિકાથી દેશમાં આવ્યો ત્યારે મે રેંટિયાના દર્શન તો ન જ કર્યા આશ્રમ ખોલ્યું એટલે સાળ વરસાવી સાલ વસાવતા પેલા મને બહુ ગમ્યું હતું.
દશા મોઢ માંડલીયા વણીક મોહનદાસ કરમચંદ ગાંધી (કબા ગાંધી)ને ત્યાં માતા પુતળી બાઇ ને ત્યાં હું વિક્રમ સવંત ૧૯રપના ભાદરવા વદ ૧ર બારસ ને દિવસે એટલે કે સને ૧૮૬૯ના તા.ર (બીજી) ઓકટોબરના પોરબંદર અથવા સુદામા પુરીમાં જન્મયો, રાષ્ટ્રપિતાએ પોતાના જન્મ સ્થળની ઓળખ આપી વિશિષ્ટતા બતાવેલ છે. રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીના પિતાશ્રી કરમચ઼દ ગાંધી યાને કબા ગાંધી પોરબંદર રાજયના દિવાન -આજના પ્રધાનમંત્રી) હતા. તેઓના જન્મને ૧પપ વર્ષ પુર્ણ થશે.
વિક્રમ સવંત ર૦૮૦ના ભાદરવા વદ ૧ર (બારસ) રવિવાર તા.ર૯ મી સપ્ટેમ્બર ર૦ર૪ના એકસો પંચાવન (૧પપ) વર્ષ પુર્ણ કરી ૧પ૬માં વર્ષમાં ઉજવાશે. આ દિન રેંટીયા બારસ તરીકે સમગ્ર રાષ્ટ્ર ઉજવે છે. ખાસ કરીને રેંટીયા બારસના રાષ્ટ્રપિતાની પ્રિય ધર્મ પ્રાર્થના, ભકત કવિ નૃહસિંહ મહેતા રચીત ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ... તેમજ રેટીયો કાંતવામાં આવે છે. રૂની પુણીમાંથી સુતર કાંતી ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રપિતાનો શુભ હેતુ સ્વદેશી કાપડ હાથ બનાવટનું તેમજ ભારતની અત્યંત ગરીબી-આદિવાસીને રોજી રોટી મળી રહે અને કુટુંબને ભરણપોષણ કરી અને સ્વમાનભેર ભરણપોષણ માટે આદિવાસી સહીત અત્યંત પછાત-ગરીબ-જેનો પરિવાર ભુખમરામાં આત્મ નિર્ભર બને. ગરીબ ભારત યાને હિન્દુસ્તાન યાને ભારતમાતા સ્વમાનતા વિશ્વમાં ઉચ્ચ સ્થાને રહે સ્વાવલંબી બને પヘમિી અંગ્રેજો અને તેના શાસકોને પડકાર ગુલામીની દશામાંથી મુકત કરવા ભારતની સંસ્કૃતિસ્ત્રી મર્યાદાનું રક્ષણ વિગેરે મળે ચડ ઉતર સાથે વિક્રમ સવંત ર૦૮૦ તથા ખિષાી સવંત યાને ઇ.સ. ર૦૨૪માં આઝાદી ભારત સ્વતંત્રતા ૭૬ છોંતેરમાં અમૃત ઉત્સવમાં અનુવભાય છે.
સંકલન
હેમેન્દ્રકુમાર પારેખ
પોરબંદર
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
