News of Wednesday, 25th September 2024
પૂ.આર્ય યશોદેવ સૂરીશ્વરજી મ.સા.ની પાલખીયાત્રા નિકળી
જય જય નંદા, જય જય ભટ્ટાના નાદ સાથે ભાવિકો જોડાયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. રપ : જૈન ધર્મની તીર્થ નગરી પાલીતાણા મુકામે તળેટી રોડ, બેંગલોર ભવન ખાતે પૂજય જૈન સમાજના શાસન સમ્રાટ નેમિસૂરી મહારાજ સાહેબ સમુદાયના પૂ. દાદા ગુરુદેવ પરમ વંદનિય પૂ. આચાર્ય ભગવંત નયપ્રભ સૂરી મહારાજ સાહેબના શિષ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય યશોદેવ સૂરી મહારાજ સાહેબ નવકાર મહામંત્રનો જાપ કરતા કરતા ૨૦-૯-૨૦૨૪ ના સવારે ૧૧.૧૫ કલાકે કાળધર્મ પામેલ. આ દુઃખદ અવસાનના સમાચાર જાહેર થતા ગુજરાતને બીજા અનેક રાજયોમા જૈન સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળેલ, જેથી આ દુઃખદ સમાચાર મળતા ગુજરાત ભાજપ લઘુમતી સમાજના નેતા અને પાલીતાણાના પૂર્વ નગરપતિ ડો હાજી હૈયાતખાન બલોચ બેંગલોર ભવન પૂ.ગુરુજીના અંતિમ દર્શન કરવા માટે પહોંચી ગયેલ ને ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી બઘા ગુરુજીને આશ્વાસન આપેલ .
તા.૨૧-૯-૨૦૨૪ શનિવારે સવારે ૧૦ કલાકે ગુરુજીની પાલખી યાત્રામાં વંદનીય મુનિરાજ ભાવી આચાર્ય જે.પી.ગુરુજી, ગુજરાત રાજયના ગૌ ભકત ડો.હાજી હૈયાતખાંન બલોચ, જૈન સમાજના અગ્રણી શ્રી શાંતીભાઇ મહેતા, જૈન વ્યાપારી હીતેશભાઇ અજમેરા, શ્રીપાલભાઇ એન. મહેતા, ભીખાભાઇ શાહ સહીત તેમજ બહારથી આવેલ મહેમાનો વિગેરે જોડાયેલ અંતીમ યાત્રા વાજતે ગાજતે નિકળેલ હતી.
અંતિમ યાત્રાના દર્શન કરવા ગુરુ ભકતો ઉમટી પડેલ પલીતાણા શહેરમાથી પાલખી યાત્રા પસાર થતા લોકો રોડની બંને બાજુમા દર્શનનો લાભ લેવા માટે ગોઠવાઇ ગયેલ હતા.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
