News of Wednesday, 25th September 2024
અમરેલી નાગરિક સહકારી બેંક લી. દ્વારા સભાસદના વારસદારને અકસ્માત મૃત્યુ સહાય પેટે ૧ લાખ ચુકવાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૫ : નાગરિક સહકારી બેંક લી.ના સભાસદ અકસ્માત વિમા સહાય યોજનામાં મૃત્યુ પામેલ સભાસદોના વારસદારોને બેંક તરફથી રૂા. ૧ લાખની સહાય આપવાની યોજના અન્વયે સ્વ. રાજુભાઇ વાલજીભાઇ મકવાણાના વારસદાર રમાબેન રાજુભાઇ મકવાણા સભાસદના વારસદારને રૂા. ૧ લાખના ચેકનું અર્પણ બેંકના ચેરમેન જયેશભાઇ એમ. નાકરાણી, મેનેજીંગ ડિરેકટર શૈલેષભાઇ બી. સંઘાણી તથા બેંકના ડિરેકટર પી.પી.સોજીત્રા દ્વારા કરવામાં આવેલ તેમ બેંકના મેનેજર દિલીપભાઇ ધોરાજીયાની યાદીમાં જણાવેલ છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
