<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

પોરબંદરમાં ગાંધી જયંતિએ ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં જર્મન ટેકનોલોજીથી બનાવેલ કૃત્રિમ પગનો કેમ્‍પ

સાથે કેન્‍સર પરીક્ષણ મેડીકલ કેમ્‍પ તથા સાજા થયેલા રકતપિત્તના દર્દીઓને સિલાઇ મશીન અર્પણઃ રેડક્રોસ સોસાયટી તથા પાયોનિયર કલબનું આયોજનઃ કેમ્‍પનો લાભ લેવા અપીલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૫: મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં ગાંધી જયંતીએ જર્મન ટેકનોલોજીથી બનાવેલા કુત્રીમ પગનો કેમ્‍પ યોજાશે. રેડક્રોસ સોસાયટી અને પાયોનીયર કલબ દ્વારા આયોજીત આ કૃત્રીમ પગના કેમ્‍પ સાથે કેન્‍સર પરીક્ષણ મેડીકલ કેમ્‍પ તથા સાજા થયેલા રકતપિત્તના દર્દીઓને સીલાઇ મશીન અર્પણ કરવામાં આવશે. આ કેમ્‍પ ડો.ગોઢાણીયા કોલેજ ખાતે સવારે ૮ થી બપોરે ૩ સુધી યોજાશે.

ગાંધીજયંતિએ કિર્તિમંદિરે સવારે સર્વ પ્રાર્થનાસભામાં હાજરી આપ્‍યા બાદ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ કૃત્રિમ પગના કેમ્‍પમાં ઉપસ્‍થિત રહેશે.

રેડક્રોસ સોસાયટી (પોરબંદર તાલુકા શાખા) અને પાયોનિયર કલબ પોરબંદરના સંયુકત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન તા. ૨ ઓકટોબર, ૨૦૨૪ બુધવારે સવારે ૮ થી બપોરે ૩ સુધી ડો. વિરમભાઇ ગોઢાણીયા કોલેજ, ખીજડીપ્‍લોટ સામે કરવામાં આવ્‍યુ છે. મુખ્‍ય આયોજકો રામદેવભાઈ મોઢવાડીયા અને પ્રવીણભાઈ ખોરાવા સહિત કો-ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમારે જણાવ્‍યુ છે કે આ કેમ્‍પમાં રકતપિતના સાજા થયેલા તમામ ૧૦ દર્દીઓ રોજગારી મેળવીને સ્‍વાવલંબી બને તે માટે તમામ સાજા થયેલાઓને સિલાઈ મશીન ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર તાલુકા શાખા અને પાયોનિયર કલબ ઓફ પોરબંદર દ્વારા આપવામાં આવશે. આ કેમ્‍પમાં મોઢાના કેન્‍સરના પ્રારંભિક લક્ષણો ઓળખવા માટે ગુજરાત કેન્‍સર રિસર્ચ સોસાયટી, અમદાવાદના નિષ્‍ણાંત ડોકટરો દ્વારા મોઢાનું સંપૂર્ણ પરિક્ષણ કરવામાં આવશે. સર્વાઇકલ કેન્‍સરનું પ્રારંભિક નિદાન કરવા માટે એચ.પી.વી. ડી.એન.એ. ટેસ્‍ટ કરી શકાશે. ઉપરોકત કેમ્‍પમાં ગુજરાત કેન્‍સર એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ અમદાવાદ દ્વારા અત્‍યંત આધુનિક મેમોગ્રાફી વાન પોરબંદર ખાતે આવીને બહેનોને વિનામૂલ્‍યે કેન્‍સરનું સ્‍ક્રીનીંગ ટેસ્‍ટ એટલે કે મેમોગ્રાફી ટેસ્‍ટ કરવામાં આવશે. આ ઉપરાંત સર્વાઇકલ કેન્‍સર માટેનો અત્‍યંત આધુનિક એચ.પી.વી. ડી.એન.એ. એ ટેસ્‍ટ જે પ્રાઇવેટ લેબોરેટરીમાં મોંઘો હોય છે તે ટેસ્‍ટ વિનામૂલ્‍યે કરી આપવામાં આવશે. તેમજ બ્રેસ્‍ટ કેન્‍સર અવેરનેશ માટે ગુજરાત કેન્‍સર રિસર્ચ સોસાયટી અમદાવાદના નિષ્‍ણાંત ડોકટરો દ્વારા કેન્‍સર થવાના કારણો વિશે વિસ્‍તળત જાણકારી ગોઢાણીયા કોલેજના લેકચર હોલ ખાતે આપવામાં આવશે.

 ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત બ્રાન્‍ચ દ્વારા ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પાયોનીયર કલબ ઓફ પોરબંદરના સેવાયજ્ઞના શિરપાવ રૂપે અત્‍યંત આધુનિક મેડિકલ કમ આઈ.સી.યુ. વાન પોરબંદરને અર્પણ કરવામાં આવશે.

કળત્રિમ અવયવોની જરૂરિયાતવાળા લોકોએ તા. ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી સાગર પુત્ર સમન્‍વય સંસ્‍થાની ઓફિસ, જુની કોર્ટ પાછળ, બપોરે ૩ વાગ્‍યા સુધીમાં અથવા પિયુષભાઈ મજીઠીયાના મો. ૯૮૨૫૨૮૦૦૭૦ અને અશોકભાઈ સોનીના મો. ૭૪૨૩૦ ૨૨૨૨૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

જરૂરિયાતવાળા લોકોએ અને ખાસ કરીને મહિલાઓએ સર્વાઇકલ કેન્‍સર નિદાન કેમ્‍પ અને મેમોગ્રાફી સ્‍ક્રીનીંગનો લાભ લેવા તેમજ કળત્રિમ અવયવોની જરૂરીયાતવાળા લોકોએ પણ સેવાયજ્ઞનો લાભ લેવા અપીલ કેમ્‍પના મુખ્‍ય આયોજક રામદેવભાઈ મોઢવાડીયા, પ્રવિણભાઈ ખોરાવા અને કો-ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમારે જણાવ્‍યુ છે.

આ આયોજનમાં સહયોગી સંસ્‍થાઓમાં મહેર સુપ્રીમ કાઉન્‍સીલ મહિલા મંડળ, મહેર મહિલા વિકાસ મંડળ, ચુવાળીયા કોળી સમાજ મહિલા મંડળ, વોર્ડ નંબર ૧૧ના સુધરાઇ સભ્‍ય લલિતાબેન મોતીવરસ, આશા ચેરીટેબલ ટ્રસ્‍ટના હેતલબેન થાનકી,નીપાબેન જમરીયા, શાંતિબેન જોષી, આશીર્વાદ ફાઉન્‍ડેશનના સ્‍મળતિબેન સોલંકી, જલિયાણ ગ્રુપના કોમલબેન પાબારી, સાંઇનાથ ચેરીટેબલ ટ્રસ્‍ટના મીનલબેન બલભદ્ર, યોગ ગ્રુપના જીજ્ઞાબેન ગોસ્‍વામી, વોર્ડ નંબ ૧૩ના કાઉન્‍સીલર લાભુબેન મકવાણા, વોર્ડ નં૧૦ના કાઉન્‍સીલર સરોજબેન કકકડ જોડાયેલ છે.

ભાજપ મહિલા મહામંત્રી સવિતાબેન કુહાડા, ભાજપ શહેર મહિલા હંસાબેન તુંબડીયા, ભાજપ શહેર મહિલા પ્રજ્ઞાબેન વાઘેલા, આશાવર્કર નીપાબેન ચામડીયા, પાયોનીર કલબ પોરબંદરના નીતાબેન થાનકી, આશા ચેરીટેબલ ટ્રસ્‍ટના જ્‍યોતીબેન આસડીયા, આશા ચેરીટેબલ ટ્રસ્‍ટના પૂનમબેન લોઢારી, આશા ચેરીટેબલ ટ્રસ્‍ટના કળપાબેન સવજાણી, પાયોનીયર કલબના દીપાબેન ચાવડા, સાંઇનાથ ચેરીટેબલ ટ્રસ્‍ટના નિમિષાબેન જોષી, મહિલા જે.સી.આઇ. કલબના જિજ્ઞાબેન તન્ના, રઘુવંશી ગળપ પોરબંદરના ગીતાબેન તન્ના, ભાજપ મહિલા ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન ચૌહાણ, ભાજપ જિલ્લા મહિલા પ્રમુખ મીતાબેન થાનકી, ભાજપ શહેર મહિલા મંત્રી ભારતીબેન ગોહેલ, ભાજપ શહેર મહિલા વિજયાબેન સાગઠીયા, પોરબંદરના આશા વર્કર ધીરજબેન પંચમતીયા, પૂજાબેન રાણા, હંસાબેન શિયાળ, પ્રજ્ઞાબેન કિશોર, મિનાક્ષીબેન રજનીકાંત, નીમુબેન ખીમજીભાઈ, શિતલબેન પિત્રોડા, પ્રીતિબેન મુરબીયા, રંજનબેન, મીનાબેન મહેતા, હેમલતાબેન દાવડા, ગીતાબેન લાખાણી, સપનાબેન કુંડલીયા, સોનલબેન મદલાણી, રેખાબેન બારજ, ભારતીબેન લોઢારી, અરૂણાબેન કોટીયા, ભારતીબેન વાઘેલા, પી.આર.જોષી, ઉષાબેન સીમરીયા, સંતોકબેન ભરડા, મીતાબેન માલમ, ગીતાબેન સીતાફળી, કિરણબેન રાડીયા, જયશ્રીબેન મહેતા, જીજ્ઞાબેન ગોસ્‍વામી, દિપ્તીબેન નાંઢા, હર્ષાબેન કોઠારી, શીતલબેન કવા, દિપીક્ષાબેન વાઘેલા, હર્ષાબેન કવા, રાખીબેન સોલંકી, મણીબેન, ધનુમા, રતનબેન, હર્ષાબેન સવજાણી, સોનુબેન મડમ, નિધિબેન લુંદરીયા, હનીબેન ચૌહાણ, કીરણબેન ઠાકવાણી, જશુબેન થાનકી, ક્રિષ્‍નાબેન થાનકી, પ્રભાબેન દાવડા, પીનલબેન રાયચુરા, ભગવતીબેન કોટેચા, શોભનાબેન થોભાણી, સાધનાબેન લાખાણી, સવિતાબેન વિઠલાણી, કવિતાબેન રૂઘાણી સહિત ટીમ આયોજન માટે જહેમત ઉઠાવી રહયાં છે.

(2:06 PM IST)