News of Wednesday, 25th September 2024
સુરક્ષા સેતુ અંતર્ગત એસ.પી.સી. પ્રોજેકટના બાળકોનો બિન નિવાસી કેમ્પ જૂનાગઢમાં યોજાયો

જૂનાગઢઃ રાજ્ય કક્ષાના નોડલ અધિકારી અને મેનેજીંગ ડીરેક્ટર હસમુખ પટેલ તથા જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયાની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન મુજબ જીલ્લામાં સુરક્ષાસેતુ અંતર્ગત એસ.પી.સી. (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) પ્રોજેક્ટ કાર્યરત હોય જેમાં એસ.પી.સી.ના બાળકોને ત્રિદિવસીય બિન નિવાસી કેમ્પનું પોલીસ હેડક્વાટર જુનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. આ કેમ્પ દરમ્યાન જુનાગઢ શહેરના એસ.પી.સી. (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) પ્રોજેક્ટ હેઠળ આવતી જુદી- જુદી શાળાના કુલ - ૧૬૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધે હતો જેમાં જુનાગઢ પોલીસ વિભાગના માઉટેન્ડ (અશ્વદળ) તથા પોલીસ બેન્ડ સાથે ઉપરોક્ત કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સ્વાગત કરી સમગ્ર કેમ્પ વિશે માહિતગાર કરવામાં આવેલ તેમજ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. પોલીસના સંકલનમાં રહી કે.જે. હોસ્પીટલ દ્વારા હેપી સ્ટ્રીટ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હોય જેમાં આ એસ.પી.સી.ના બાળકોને મુલાકાત કરાવેલ અને અત્રેના જીલ્લાના માઉન્ટેડ શાખા તથા બેન્ડ વિભાગ તથા જીલ્લાના મહિલા પ્લાટુન સાથે રહી માર્ચ પરેડનુ આયોજન કરવામાં આવેલ જેમાં એસ.પી.સી.ના બાળકોએ ભાગ લીધેલ હતો તેમજ આ સમગ્ર કેમ્પ દરમ્યાન બાળકોને વાંચનની ટેવ, સુટેવના ઘડતર, પોતાના રોલ મોડલ વિશે વાર્તાલાપ કરેલ અને આ કેમ્પ દરમ્યાન અવનવી પ્રવળતિઓ કરાવવામાં આવેલ હતી. આ સમગ્ર ત્રિદિવસીય બિન નિવાસી કેમ્પ દરમિયાન કેમ્પમાં આવેલ તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાની તથા જમવાની વ્યવસ્થા કરેલ હતી તેમજ કેમ્પ પુર્ણ થતા તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તેમજ પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
