ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢના એન.એસ.એસ. યુનિટ દ્વારા સફાઇ

એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક ડો.બીપીનભાઈ પટેલ અને પ્રાધ્યાપક ચેતનાબેન ચુડાસમાની રાહબરી હેઠળ અભિયાનનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. એન.એસ.એસ.ના આ પ્રકારના કાર્યોથી વિદ્યાર્થીમાં શ્રમ પ્રત્યેની સુગ ઘટે, કોઈક જાતનો છોછ ઓછો થાય. પોતાના મનમાં સેવાની વળતિ જાગે અને તે ભવિષ્યમાં સમાજની વધુને વધુ સેવા કરતો થાય છે. હવે પછી ક્રમશઃ એક પછી એક નાના મોટા વિસ્તારોમાં આ અભિયાનને ફેલાવાશે. આજે રાયજી નગરમાં સ્વચ્છતા કાર્યક્રમમાં જાણીતા કવિ સર્જક ડો.ઉર્વિશ વસાવડાએ હાજર રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. કેમેસ્ટ્રી ભવનના અધ્યક્ષ બાપોદરાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. વિદ્યાર્થી બહેનોના આ સેવા કાર્યને બિરદાવવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ચેતનભાઇ ત્રિવેદીએ પ્રેરણાત્મક વાતો મૂકી હતી. કોલેજના આચાર્યશ્રી બલરામ ચાવડાએ જીવનલક્ષી સૂત્રો મૂકી પ્રોત્સાહિત કર્યા હતા. ડો.સુભાષ મહિલા કોલેજ આયોજીત આ કાર્યક્રમમાં પ્રા.પ્રીતિબેન પ્રાધ્યાપક કોકીલાબેન પરમાર, પ્રા.મારું સાહેબ પ્રા. દિવ્યેશ ઢોલા, ડો. પ્રકાશભાઈ મહેતા,ડો.પ્રદ્યુમ્ન ખાચર, ડો.મહેશ કિકાણી,પ્રા.અશોકભાઈ રાબડીયા.પ્રો.ભરત પટેલ વગેરેએ જોડાઈને સૌની સાથે રહ્યા હતા. આવા સેવાકીય કાર્યો કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડાએ સહુને બિરદાવ્યા હતા. (૨૨.૧૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
