News of Wednesday, 25th September 2024
શીલ પંથકમાં ૪૧,૩૦૦ સાથે જુગાર ખેલતા ૧૬ શખ્સો પકડાયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૫: જૂનાગઢ જિલ્લાનાં શીલ પંથકમાં પોલીસે જુગાર રમતા ૧૬ શખ્સને રૂપિયા ૪૧,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
શીલ પોલીસે કંકાસા ગામેથી કિશોર ઉર્ફે કલો મેરામણ મજેઠીયા, ભીખા હમીર કાથડ, ધીમંત કાંતિ ઠાકર, રાજેશ પાંચા વાળા, અશોક કાના ભુવા, કરસન મસરી ચાંડેરા, હરદાસ વરજાંગ ચોચા, રાજા સોમાત ચોચા, વાલજી નારણ વાઘેલા અને મહેશ ભીખન કરમટાને રૂપિયા ૨૦,૭૦૦ની રોકડ સાથે તથા દિવાસા ગામમાંથી વેજા માલદે ડાકી અજય મોહન ડાકી અને રવિ રૈયા ડાકીને રૂપિયા ૧૩,૭૮૦ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
તેમજ શીલના બહારપરા પ્લોટ વિસ્તારમાંથી પ્રવીણ ઝીણા કરગઠિયા, જીવા ઝીણા ચાવડા તથા બાબુ ગફુર રાઠોડને રૂપિયા ૬,૮૨૦ સાથે જુગાર ખેલતા પકડી પાડ્યા હતા.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
