News of Wednesday, 25th September 2024
ખંભાળીયા આઇટીઆઇમાં આગ લાગતા દોડધામ

ખંભાળિાય, તા. રપ : અહીં ં જામનગર રોડ પર આવેલ આઈટીઆઈ માં પેનલ બોર્ડ શોર્ટ થતા આગ લાગતા વિદ્યાર્થીઓ માં દોડાદોડી મચી ગઈ હતી સદભાગ્યે રૂમમાં જ્યાં આગ લાગી ત્યાંથી વિદ્યાર્થીઓ દૂર નીકળી ગયા કોઈ અકસ્માત થતા રહી ગયો હતો આગના ભડકા તથા ધુવાડા નીકળતા લોકો મોટી સંખ્યામાં ઉમટીયા હતા.
વાહન ચોર ઝડપાયો
જામ ખંભાળિયાઃખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલ નીચેના ભાગે આવેલા ટી.વી.એસ.ના શોરૂમ પાસે પાર્ક કરીને રાખવામાં આવેલું રૂ. ૯૫,૦૦૦ ની કિંમતનું ટીવીએસ રાઇડર મોટરસાયકલ ગત તારીખ ૨૨ મી ના રોજ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ રણમલભાઈ સીદાભાઈ કારીયા (ઉ.વ. ૪૫, રહે. ભટગામ) એ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. આર.આર. ઝરુ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્રે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાંથી ઉપરોક્ત મોટર સાયકલ સાથે અહીંના ભરવાડ પાડો સુખનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગે રહેતા સાદિક ઉર્ફે સાજીદ ઈકબાલ ખીરા (ઉ.વ. ૨૨) નામના શખ્સની પોલીસે અટકાયત કરી કાર્યવાહી કરી હતી.
ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત
હંજડાપર ગામના પાટીયા પાસે જી.જે. ૧૦ ટીવાય ૮૭૫૫ નંબરના એક ડમ્પરના ચાલકે જી.જે. ૧૨ બી.ટી. ૯૧૬૩ નંબરના એક ટ્રક સાથે અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં ટ્રકમાં જઈ રહેલા વીરાભા રાયધરભા માણેક (ઉ.વ. ૪૪, રહે. ભીમરાણા) ને પગમાં ગંભીર ઈજાઓ થતા તેમના પગને ગોઠણથી નીચે કાપવો પડ્યો હતો. અકસ્માત સર્જીને આરોપી ડમ્પર ચાલક નાસી છૂટયો છે. પોલીસે વીરાભા માણેકની ફરિયાદ પરથી ડમ્પરના ચાલક સામે તપાસ હાથ ધરી છે.
મીઠાપુરમાં જુગાર રમતા ચાર મહિલાઓ ઝડપાયા
સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા વાલબાઈ રામાભા માણેક, સુધાબેન બાલુભાઈ ચૌહાણ, દીપાલીબેન બોદાભાઈ વારસાકીયા અને શરીફાબેન મસરીભાઈ મકવાણાને ઝડપી લઈ, રૂપિયા ૧૦,૭૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
