<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

વેરાવળ શહેરમાં મુસ્‍લીમ સમાજ સામે અભદ્ર ટીપ્‍પણી કરનાર સામે ફરીયાદ

વેરાવળ, તા.૨૫:  શહેરમાં મુસ્‍લીમ સમુદાય સામે અભદ્ર ટીપ્‍પણી કરવામાં આવેલ જેને લઈને આગેવાનો પોલીસમાં જઈ રજુઆત કરતા જે તે યુવાન સામે ફરીયાદ નોધી છે.

વેરાવળ શહેર સમસ્‍ત મસ્‍લીમ સમાજના આગેવાનો તેમજ પટની સમાજના પ્રમુખ અફઝલ પંજા સહીત વેરાવળ શહેર પોલીસમાં ફરીયાદ કરેલ હતી કે અમુક અસામાજીક તત્‍વો સોશ્‍યલ મીડીયામાં મુસ્‍લીમ સમાજ માટે અભદ્ર ટીપ્‍પણીઓ કરતા હોય છે ઈન્‍ટાગ્રામમાં આવી ટીપ્‍પણીઓ આવતી હોય જેથી મોટી સંખ્‍યામાં આગેવાનોએ રજુઆત કરેલ હતી જેથી શહેર પી.આઈ ગૌસ્‍વામીએ તાત્‍કાલીક પગલા લઈ ઈન્‍ટાગ્રામ અભદ્‌ ટીપ્‍પણી કરનાર યુવાન સામે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.(૨૩.૧૮)

(2:24 PM IST)