News of Wednesday, 25th September 2024
જૂનાગઢ કોર્ટમાંથી ભાગતા પોકસો કેસના આરોપીને મહિલા કોન્સ્ટેબલે ઝડપી લીધો
સજા પડતા ફોટા, ફિંગર માટે લઈ જવાતો હતો ત્યારે નાસી જવાની કોશિશ કરી હતી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૫ : જૂનાગઢ કોર્ટમાંથી ભાગતા પોકસો કેસના આરોપીને મહિલા કોન્સ્ટેબલે બહાદુરી બતાવી ઝડપી લઇ પોલીસને સોંપી આપ્યો હતો.
પોકસો કેસનો આરોપી અલ્તાફ ઠેબા નામનાં શખ્સને ગઇકાલે જૂનાગઢ કોર્ટમાં તેની સામેના કેસ સબબ પોલીસ જાપ્તા હેઠળ લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ કોર્ટે આ શખ્સને સજા ફટકારતા તેને ફોટા અને ફિંગર પ્રિન્ટ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અલ્તાફે પોલીસ કર્મીને ચકમો આપી કોર્ટમાંથી ભાગી જવા માટે દોટ મૂકી હતી. પરંતુ કોર્ટમાં ફરજ પર રહેલા ભારતીબેન નામના મહિલા કોન્સ્ટેબલે આરોપીની પાછળ દોટ મૂકીને તેને ઝડપી લીધો હતો.
આમ એક મહિલા કોન્સ્ટેબલની બહાદુરીથી પોકસો આરોપી પકડાઈ જતા પોલીસ બેડામાં ભારતીબેનની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
