<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ટંકારામાં ખોવાયેલા ૩ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરતી પોલીસ

 

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ર૭:  પોલીસે તેરા તુજે અર્પણ અંતર્ગત સ્‍ટેશન વિસ્‍તારમાંથી રૂ. ૪૪,૬૦૦ની કિંમતના ખોવાયેલા ૩ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર વાકય સાર્થક કર્યું હતું.

નાયબ પોલીસ અધિક્ષક એસ.એસ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વાય.કે.ગોહિલ અને પોલીસ સબ.ઇન્‍સ્‍પેક્‍ટર એમ.જે.ધાધલ ટંકારના સુપરવિઝન હેઠળ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ખોવાયેલા-ગુમ થયેલી ચીજ-વસ્‍તુઓ શોધી કાઢવા સ્‍ટાફને સૂચન કર્યું હતું. જે અંતર્ગત પોલીસ સ્‍ટેશન સર્વેલન્‍સ સ્‍ટાફના માણસોએ CEIR એપ્‍લિકેશનનો ઉપયોગ કરી ખોવાયેલા મોબાઈલની વિગત મેળવી દરરોજનું અપડેટ મેળવી ટંકારા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી રૂ. ૪૪,૬૦૦ની કિંમતના લોકોના ખોવાયેલા ૩ ફોન અરજદારોને પરત કરી તેરા તુજે અર્પણ તથા પોલીસ પ્રજાનો મિત્ર વાકય સાર્થક કર્યું છે.

(11:00 AM IST)