<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ગોંડલના દેરડી (કુંભાજી)માં વિસાવળીયા પરિવાર દ્વારા માતા-પિતાની સ્‍મૃતિમાં સેવાકાર્યોનું આયોજન

નેત્રયજ્ઞ, તથા વિનામુલ્‍યે આયુર્વેદિક સારવાર કેમ્‍પ

(અશોક પટેલ દ્વારા) મોવીયા તા. ર૭ :.. દેરડી કુંભાજીના રવજીભાઇ વિસાવળિંયા માર્કેટ યાર્ડ ગોંડલ ખાતે ફરજ બજાવતા હાલ નિવૃત્ત થતા સ્‍વર્ગસ્‍થ માતા-પિતાની સ્‍મૃતિમાં વિવિધ કેમ્‍પમાં સહભાગી બની નિવૃત્તિ સામાજીક પ્રવૃત્તિમાં શરૂઆત.

શ્રી લેઉવા પટેલ સેવા સમાજ દેરડી કુંભાજી તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી તથા શ્રી રવજીભાઇ બચુભાઇ વિસાવળીયાના સંયુકત ઉપક્રમે વિનામૂલ્‍યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોયણ કેમ્‍પ તથા વિનામુલ્‍યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્‍પ તેમજ હોમિયોપેથીક કેમ્‍પનું આયોજન તા. ૬-૧૦-ર૦ર૪ ના રોજ કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં આંખના રોગ મોતિયા, ઝામર, વેલ, પરવાળા, ત્રાંસી આંખ, આંખની કીકી વગેરે તમામ રોગોની નિષ્‍ણાંત ડોકટર દ્વારા તપાસ કરવામાં આવશે.

મોતિયાના ઓપરેશન કરી નેત્રમણી વિનામૂલ્‍યે બેસાડી આપવામાં આવશે.

દર્દીઓને સુદર્શન નેત્રાલય હોસ્‍પિટલ અમરેલી ખાતે આવવા - જવાની રહેવાની જમવાની, દવાઓ, ચશ્‍મા,  વગેરે સંસ્‍થા તરફથી આપવામાં આવશે.

દર્દીઓએ ચૂંટણી કાર્ડની બે ઝેરોક્ષ નકલ સાથે લાવવી. સાથે સાથે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા વિનામૂલ્‍યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્‍પ રાખવામાં આવેલ છે.

આમાં ડો. પ્રતિક્ષાબેન એમ. ડી. સાયટીકા,  કમર, ગોઠણ, હાથ પગ, ખભા વગેરેની સરળ સારવાર આપશે. તેમજ ડો. રિન્‍કુબેન સખિયા તથા ડો. મયુર પટેલ તથા ડો. ગોંડલીયા તથા ડો. ચૌહાણ વગેરે સેવા આપશે.

કેમ્‍પના દિવસે વહેલા તે પહેલાના ધોરણે તે જ દિવસે નામની નોંધણી. લેઉવા પટેલ સેવા સમાજ દેરડી કુંભાજી ખાતે કરવામાં આવશે.

વધુ માહિતી માટે રામભાઇ ખાતરા (મો. ૯૭૧૪૮ ૭રપ૩પ), તથા ભરતભાઇ પાનસુરીયા (મો. ૯૮૭૯૭ ૮૭૩૧૧) તેમજ ચુનીભાઇ ખાતરા (મો. ૯૯૭૯૦ ૪પ૧૧૬) નો સંપર્ક કરવા જણાવાયું છે. સફળ બનાવવા સમાજના પ્રમુખ સવજીભાઇ વિસાવળિયા જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:07 AM IST)