News of Friday, 27th September 2024
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત ‘રઢિયાળી રાત'ના પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા નવરાત્રી પર્વમાં સતત ૧૫મા વર્ષે ગુંજશે
લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે

નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કળતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીના પાવન પર્વનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે તે માટે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન સવિશેષ કાર્યરત છે
રાજકોટ તા.૨૭: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત લોકસંસ્કળતિના અણમોલ મોતી સમા રઢિયાળી રાતના પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા નવરાત્રીના પાવન પર્વમાં સતત ૧૫માં વર્ષે ગુંજશે. ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ ઐતિહાસિક સ્મળતિ-સ્થળો સહિત ગુજરાત અને ગુજરાતની બહાર રઢિયાળી રાતના પ્રેરક કાર્યર્ક્મો યોજાશે.
નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કળતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીના પાવન પર્વનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે એ માટે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) અને તેમના દ્વારા સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન સવિશેષ કાર્યરત છે.
લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કળતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે તેમ ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. ધૂળધોયાનું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જ્યારે લગભગ નાશ થઈ ચૂકયો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડાં ખૂંદ્યાં. અહીંતહીં છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુધ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશકિત, કલ્પના અને છેલ્લે, પોતાની ચાતુરી પણ વાપરી. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાનાં સંગ્રહ રઢિયાળી રાતમાં મૂકયું. ૪૫૦થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ રઢિયાળી રાતનો પહેલો ભાગ ૧૯૨૫માં અને ચોથો ભાગ ૧૯૪૨માં પ્રગટ થયો હતો.
ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, ઊભી ઊભી ઊગમણે દરબાર, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, ગામમાં સાસરું ને ગામમાં પી'રિયું, બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, ના છડિયાં હથિયાર જેવાં આજે પણ લોકમુખે રમતાં સદાબહાર પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા આ સંગ્રહમાં છે.
મહાત્મા ગાંધી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર પણ ઝવેરચંદ મેઘાણી પાસેથી લોકગીતો સાંભળીને રાજી થયા હતા. લોકસાહિત્યના મૌલિક અને વિશિષ્ટ સંશોધન બદલ ઝવેરચંદ મેઘાણીને ૧૯૨૮નો પહેલવહેલો રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
આલેખનઃ
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
