<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

રવિવારે જામકંડોરણામાં ભૂપેન્‍દ્રભાઇની ઉપસ્‍થિતિમાં ૭ સહકારી સંસ્‍થાની વાર્ષિક સાધારણ સભા

કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા. રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશેઃ સભાના અધ્‍યક્ષસ્‍થાને જયેશભાઈ રાદડિયા સાત સહકારી સંસ્‍થાનો વિગતવાર રિપોર્ટ આપશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ર૭ : જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે તારીખ ૨૯ ને રવિવારે રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાશે

રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન જયેશભાઈ રાદડિયા અને જનરલ મેનેજર વી.એમ સખીયા એ માહિતી આપતા જણાવેલ કે જામ કંડોરણાના આંગણે તારીખ ૨૯ ને રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે કુમાર છાત્રાલય કાલાવડ રોડ જામ કંડોરણા ખાતે રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્‍થા જેમાં રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો ઓપરેટિવ બેન્‍ક લિમિટેડ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદન લિમિટેડ રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ લિમિટેડ રાજકોટ જિલ્લા સહકારી સંઘ રાજકોટ જિલ્લા કો.ઓપ. કોટન માર્કેટિંગ લિમિટેડ રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રા લિમિટેડ રાજકોટ ડ્રીસ્‍ટ્રીક કર્મચારી ની સહકારી મંડળી વિગેરે સાત જિલ્લાની મહત્‍વની સંસ્‍થાઓનું એક સાથે એક જ દિવસે એક જ સમયે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું છે

સૌરાષ્‍ટ્રમાં કદાચ આ પ્રથમ ઘટના હશે કે એક સાથે સાત સહકારી સંસ્‍થા ની સાધારણ સભા યોજાઈ રહી છે સાધારણ સભાના સમારંભના અધ્‍યક્ષ સ્‍થાને રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહેશે તેમજ સમારંભના ઉદ્ધાટક તરીકે કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ભારત સરકાર વતી ખાસ ઉપસ્‍થિત રહેશે તેમજ સાધારણ સભા  અધ્‍યક્ષ સ્‍થાને જયેશભાઈ રાદડિયા ખાસ સાતે સાત સંસ્‍થાનો સંચાલન સાથે અહેવાલ આપશે તેમજ કાર્યક્રમને દીપ પ્રાગટય રાજ્‍યના કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા સામાજિક અને ન્‍યાય વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્‍થિત રહેશે તેમજ સમારંભના શિરોમણી એવા ઇફકો  ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી નાફેડ ના ચેરમેન જેઠાભાઇ આહીર ગુજરાત સ્‍ટેટ કો ઓપરેટિવ બેન્‍ક લિમિટેડના ચેરમેન અજયભાઈ પટેલ તેમજ સીજીએમ ના બોર્ડના બી.કે સિંગલ તેમજ મુખ્‍ય મહેમાન તરીકે રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા રાજ્‍યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલા કચ્‍છના સાંસદ વિનોદભાઈ ચાવડા રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા જિલ્લા પંચાયત રાજકોટના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી ગોંડલના ધારાસભ્‍ય ગીતાબા જાડેજા મોરબીના ધારાસભ્‍ય કાંતિભાઈ અમળતિયા વાંકાનેર ના ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણી પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોઘરા જિલ્લા પંચાયતના મોરબીના પ્રમુખ હંસાબેન પારગી ધોરાજીના ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ પાડલીયા ટંકારાના ધારાસભ્‍ય દલપતભાઈ દેથલીયા તેમજ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા રાજકોટ બેંક લિમિટેડ મગનભાઈ વડાલિયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા રાજકોટ ડિસ્‍ટ્રીક બેંકના એમ.ડી ઘનશ્‍યામભાઈ ખાટરીયા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા પ્રભારી રાજકોટ જિલ્લા ભાજપના ધવલભાઈ દવે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેમજ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્‍પાદક સહકારી સંઘના ચેરમેન સંગીતાબેન કગથરા વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે તેમજ રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્‍થા જેમાં રાજકોટ જિલ્લા ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન જયેશભાઈ રાદડિયા જનરલ મેનેજર વી.એમ સખીયા રાજકોટ જિલ્લા દૂધ ઉત્‍પાદક લિમિટેડના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા મેનેજિંગ ડિરેક્‍ટર જયકિશનભાઇ ગાબરા રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ લિમિટેડના ચેરમેન મગનભાઈ ઘોણીયા મેનેજર આર સી પટેલ રાજકોટ જિલ્લા સહકારી સંઘના ચેરમેન દિનેશભાઈ ભુવા એજ્‍યુકેટીવ ઓફિસર જયશ્રીબેન ત્રિવેદી રાજકોટ જિલ્લા કો-ઓપરેટીવ કોટન માર્કેટ લિમિટેડના ચેરમેન લલીતભાઈ રાદડિયા મેનેજર સંદીપભાઈ ગઢિયા રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રા લિમિટેડના ચેરમેન રવજીભાઈ હિરપરા મેનેજર કમલેશભાઈ મોદી રાજકોટ જિલ્લા સહકારી બેંક કર્મચારી સહકારી મંડળી લિમિટેડના ચેરમેન લલીતભાઈ ઠુંમર તેમજ મંત્રી એમ.પી રાદડિયા વગેરે સાત સંસ્‍થાને એક સાથે વાર્ષિક સાધારણ સભાની અહેવાલ તેમજ વિસ્‍તળત માહિતી આપશે તેમ જ રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્‍થાઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવળત્તિઓ અને સહકારી સંસ્‍થાઓના સભાસદોને સહકારી પ્રવળત્તિના વિકાસ નક્કર સૂચન મળે અને ખેતી ગ્રામીણ વિકાસ અને સહકારી માળખાની મજબૂત બનાવવા માટે ગુજરાતના મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ વિશિષ્ટ મહાનુભાવો ની ઉપસ્‍થિતિમાં આ કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલું છે જેમાં પ્રમુખશ્રીઓનો સેવા સન્‍માન થશે તેમજ અકસ્‍માત વીમા ચેક નું વિતરણ કરવામાં આવશે સહકારી શિબિર યોજાશે મોટરસાયકલ ઇનામ વિતરણ વગેરે કાર્યક્રમો આ સમારંભમાં યોજાશે કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્‍થાઓના આગેવાનો અને કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(11:47 AM IST)