<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ઉના પંથકમાં બે કલાકમાં ૪ ઇંચ

રસ્‍તા ઉપર દોઢ ફુટ પાણી ભરાયાઃ પાકને નુકશાનીનો ભય

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૭ :.. ઉના શહેર - તાલુકામાં ગઇકાલે સાંજે ર કલાકમાં ૪ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

ઉના શહેર અને તાલુકા મા સાંજે બે કલાક મા ધોધ માર ત્રણ ઇંચ વરસાદ વરસી જતા રોડ ઉપર જ નીચાણ વાળા વિસ્‍તાર મા પાણી ભરાયા હતાં. અને ગ્રામ્‍ય પંથકમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઉના શહેર અને તાલુકા મા લાંબા વિરામ પછી ગઈ કાલ થી ધીમી ધારે અને આજે સાંજના ૬ સુધી માં અડધો ઇંચ વરસાદ વરસી ગયા બાદ મેઘ રાજા એ તોફાની બેટિંગ કરતા  ભારે પવન અને વીજળીના ના કડાકા ભડાકા સાથે ધોધ માર વરસી જતા રાત્રે ૮સુધી માં બે કલાક મા ૭૫ મી.મી. ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો અને ગીર ગઢડા રોડ, એશી ફૂટ રોડ ત્રિકોણ બાગ સામે કોર્ટ બિલ્‍ડિંગ ની પાછળ એક થી દોઢ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. તેમજ આનંદ બજાર જૂના બસ સ્‍ટેશન વિસ્‍તારો મા પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકો અને રાહ દારીઓ ને મુશ્‍કેલી પડી રહી હતી.રાત્રે આઠ સુધી ૮૭ મી.મી. વરસાદ નોંધાયો છે. બાર કલાક મા સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો છે.આજે સવારે ર૪ કલાકમાં કુલ તાલુકામાં ૪ ઇંચ વરસાદ પડી ગયો હતો. તેમજ ઉના તાલુકાના દેલવાડા, નવા બંદર, સામતેર, સંનખડા, અમોદ્રાં, કેસરિયા, તડ, સીમર, સૈયદ રાજપરા, ભાચા, કંસારી, ખાપટ, વિગેરે ગામો પણ ત્રણ થી ચાર ઇંચ વરસાદ વરસી જતા પાણી પાણી થઇ ગયું છે. આ વરસાદ થી આગોતરા વાવણી કરેલ મગફળી, સોયાબીન, તલ, બાજરો, કપાસ ના પાક ને નુકશાની જવાની ભીતિ સેવાઇ રહી છે જયારે પ્રથમ વરસાદ પછી વાવણી કરેલ ચોમાસુ પાક ને ફાયદો થયો હોય તેમ ખેડૂતો માની રહયા છે.

(2:57 PM IST)