<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

કાલાવડના મંગલપુર પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાના કલા ઉત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી

‘ગરવી ગુજરાત'ની થીમ પર યોજાયેલ કલા ઉત્‍સવ ચાર વિભાગમાં યોજાયો હતોઃ સી.આર.સી. કો-ઓર્ડીનેટર શિવપાલસિંહ જાડેજા દ્વારા બાળ કલાકારોને પ્રોત્‍સાહિત કરાયા

(વિજય વસાાણી દ્વારા)આટકોટ તા.૨૭: જીસીઈઆરટી પ્રેરિત,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જામનગર દ્વારા આયોજિત કાલાવડ તાલુકાના મોટા વડાળા સી.આર.સી સંચાલિત સી.આર.સી.કક્ષાનો કલા ઉત્‍સવ ૨૦૨૪ મંગલપુર પ્રાથમિક શાળામાં ઉત્‍સાહભેર ઉજવવામાં આવ્‍યો હતો.

આ કલા ઉત્‍સવ કુલ ચાર વિભાગમાં યોજવામાં આવ્‍યો હતો જેની મુખ્‍ય થીમ ‘ગરવી ગુજરાત' હતી જે અંતર્ગત ચિત્ર સ્‍પર્ધામાં પાતા મેઘપર શાળાની વિદ્યાર્થીની બોખાણી તળષા, બાળ કવિ સ્‍પર્ધામાં મકાજી મેઘપર સ્‍કૂલના બોખાણી સિદ્ધાર્થ,સંગીત ગાયનમાં બોખાણી છાયા તેમજ તેમજ સંગીત વદન સ્‍પર્ધામાં પાતા મેઘપર સ્‍કુલના હાડા અનિરુદ્ધ તાલુકા કક્ષા માટે પસંદગી પામ્‍યા હતા.

 આ કલા ઉત્‍સવમાં નિર્ણાયક તરીકે મોટા વડાળા શાળાના શિક્ષકોએ કામગીરી સંભાળી હતી અને કાર્યક્રમ અંતર્ગત શાળાના આચાર્ય સીમાબેન રાબડીયાએ હાજરી આપી બધાને પ્રોત્‍સાહિત કર્યા હતા.

કાર્યક્રમ બાદ સી.આર.સી કો ઓર્ડીનેટર શિવપાલસિંહ જાડેજા દ્વારા તમામ બાળકો તેમજ શિક્ષકો માટે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી ઉપરાંત તમામ સ્‍પર્ધકોને રોકડ પુરસ્‍કાર તેમજ પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મંગલપુર શાળાના આચાર્ય દિનેશભાઈ તેમજ કલસ્‍ટરના શિક્ષકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

(11:55 AM IST)