News of Friday, 27th September 2024
નકલી વેપાર અને દાણચોરી વિરોધી ચળવળ અંતર્ગત દિલ્લી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પヘમિ કચ્છ ભુજના પોલીસ અધિકારીઓને એવોર્ડ

ભુજ, તા., ર૭: ધ લલિત હોટલ, ન્યુ દિલ્લી ખાતે દશમાં આંતરરાષ્ટ્રીય સમારોહ અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. સદર સમારોહનો મુખ્ય હેતુ નકલી વેપાર તથા દાણચોરીને રાષ્ટ્રવ્યાપી રીતે અટકાવવા તથા સરકારી તમામ એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઇ રહે તે માટેનો હતો.
ભારત દેશમાં કાર્યરત વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના અધિકારીશ્રી તથા કર્મચારીઓ દ્વારા નકલી વેપાર તથા દાણચોરીને અટકાવવા માટે કરવામાં આવેલ કામગીરીની વિગત મેળવવામાં આવેલ. જે અન્વયે ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાંથી આ ક્ષેત્રમાં ઉત્કળષ્ટ કામગીરી કરી હોય તેવા અધિકારીઓ તથા કર્મચારીઓને નોમીનેટ કરવામાં આવેલ.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા સાગર બાગમાર, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, પヘમિ ઇન્સપેક્ટર વી.વી.ભોલાએ માધાપર પો.સ્ટે. વિસ્તારમાંથી બે કરોડ દશ લાખાનું નાર્કોટીકસ ડ્રગ્સ હેરોઇનનો જથ્થો જે વિશિષ્ટ ઓપરેશન કરીને કબ્જે કરેલ હતુ. તેમજ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એન. ચુડાસમાએ નખત્રાણા પો.સ્ટે. વિસ્તારમાંથી વર્ષ ૨૦૨૩માં નકલી નોટો કબ્જે કરેલ હતી.
જે અન્વયે પヘમિ કચ્છ જિલ્લામાંથી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ભોલા તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.ચુડાસમા FICCT દ્રારા કામગીરી માટે સિલેક્શન કરવામાં આવેલ હતુ અને તેઓને આ સમારોહમાં એવોર્ડ કોપી તથા પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
સદર સમારોહમાં નકલી વેપાર તથા દાણચોરીને રાષ્ટ્રવ્યાપી રીતે અટકાવવા સંબંધે આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરના વિવિધ વિભાગના મહાનુભાવોએ વક્તવ્ય આપી આ કોન્ફરન્સમાં જરૂરી માર્ગદર્શન આપેલ હતુ.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
