<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ઝાપટાથી માંડીને ર ઇંચ વરસાદ વરસ્‍યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર૭:  સુરેન્‍દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ મોડી સાંજે વાતાવરણમા અચાનક પલટો આવ્‍યા બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં સુરેન્‍દ્રનગર જિલ્લાના સૌથી વધુ વરસાદ સાયલા તાલુકામાં દોઢ ઇંચ એટલે કે, ૪૭ મીમી વરસાદ નોંધાયો હતો. જ્‍યારે ચૂડા તાલુકામા ૪૪ મીમી, લીંબડી તાલુકામા ૩૬ મીમી, લખતર અને વઢવાણ તાલુકામા ૨૫-૨૫ મીમી, મુળી તાલુકામા ૨૧ મીમી, દસાડા તાલુકામા ૨૦ મીમી અને ધ્રાંગધ્રા તાલુકામા ૧૪ મીમી વરસાદ નોંધાયો હતો. જ્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢ તાલુકામા વરસાદ નોંધાયો નહોતો.

ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં આગામી બે ત્રણ દિવસમાં હજી વધુ વરસાદ ખાબકવાની દહેશતથી ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે. અને જો આગામી નવરાત્રીમા વરસાદ પડવાની આશંકાએ ખેલૈયાઓ પણ હાલ મૂંઝવણમા મુકાઈ જવા પામ્‍યા છે. હાલમાં લખાય છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના ચુડા ગામ ખાતે રાત્રી થી અત્‍યાર સુધીમાં વરસાદ નોંધાયો છે જ્‍યારે સુરેન્‍દ્રનગર વઢવાણમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્‍યો છે જ્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના તમામ તાલુકા મથકોએ લઈ અડધા થી એક સુધીનો વરસાદ વરસ્‍યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 ત્‍યારે સુરેન્‍દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા કેજે રાજ હોટલ પાસે આવેલું નાલુ અવારનવાર પાણીથી ભરાઈ જાય છે અને લોકોને મોટી મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્‍યારે જળાશયો પણ ફરીથી છલકાવાની તૈયારીમાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્‍યારે હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત છે અને વરસાદ ધીમીધારે ચાલુ જ રહ્યો છે ત્‍યારે રોડ રસ્‍તાઓ પર પણ મોટા મોટા ખાડાઓ પડી જવા પામ્‍યા છે જેના કારણે વાહન ચાલકો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

(12:15 PM IST)