<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

વિરપુર (જલારામ)માં રઘુવંશી સમાજના સંમેલનમાં ઉમટી પડવા હાકલ

વાંકાનેરના ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીના અધ્‍યક્ષ સ્‍થાને મોરબી ખાતે જિલ્લાના રઘુવંશી સમાજનું સંમેલન યોજાયુ : વાંકાનેર-મોરબી-ટંકારા સહિતના લોહાણા મહાજન તથા વિવિધ સંસ્‍થાઓના અગ્રણીઓ-વ્‍યાપારી સંગઠનોના હોદ્દેદારો સહિતના જ્ઞાતિજનો ઉપસ્‍થિત રહ્યા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ર૭ :  મોરબી અયોધ્‍યા પુરી રોડ પર આવેલ લોહાણા વિદ્યાર્થીભવન ખાતે વાંકાનેર-મોરબી-ટંકારા સહિતના રઘુવંશી સમાજનું સંમેલન ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયું હતું.

જેમાં આગામી તા. ર૯ ને રવિવારના રોજ બપોર ૩-૩૦ કલાકે વિરપુર (જલારામધામ) ખાતે સમસ્‍ત સૌરાષ્‍ટ્ર-ગુજરાત-કચ્‍છના રઘુવંશી મહાસંમેલનમાં ઉમટી પડવા ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી તથા રામધામ અગ્રણી વિનુભાઇ કટારીયાએ હાકલ કરી છે.

વિરપુર ખાતે યોજનાર સમસ્‍ત રઘુવંશી મહાસંમેલનમાં લોહાણા સમાજની માતૃસંસ્‍થા અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્મીત અધ્‍યક્ષ તરીકે પદગ્રહણ કરનાર જામનગરના યુવા ઉદ્યોગપતિ જીતેન્‍દ્રભાઇ હરીભાઇ લાલ (જીતુભાઇ લાલ) સંતસીરોમણી પુજય શ્રી જલારામ બાપાના ધામમાં પદગ્રહણ વિધીમાં અને પદગ્રહણ વીધીના સાક્ષી બનવા સમગ્ર સૌરાષ્‍ટ્રના રઘુવંશીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

જયારે ઉપરોકત મહાસંમેલનમાં વાંકાનેરથી પણ ૧૦૧ થી વધુ ગાડીઓમાં ધારાસભ્‍ય-જીતુભાઇ સોમાણીની આગેવાની હેઠળ વિરપુર મહાસંમેલનમાં ઉપસ્‍થિત રહેવા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે. મોરબી ખાતે યોજાયેલ મહાસંમેલનમાં ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી, શ્રી રામધામના અગ્રણીઓ અને ટ્રસ્‍ટી શ્રી વિનુભાઇ કટારીયા, ગીરીશભાઇ કાનાબાર, અશ્વિનભાઇ કોટક, ભુપતભાઇ રવેશીયા, જગદિશભાઇ સેતા, લલિતભાઇ ચંદારાણા, પરેશભાઇ કાનાબાર, નિલેષભાઇ મામાદલાલ, જનકભાઇ હિરાણી, તેજસભાઇ બારા, ઉપેન્‍દ્રભાઇ દક્ષીણી,જીતુભાઇ પુજારા, અજયભાઇ કોટક, પ્રવિણભાઇ તેલવાળા, અલ્‍પાબેન કકકડ, ઉપરાંત વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી સહિતના આ મોરબી ખાતેના યોજાયેલ મહાસંમેલનમાં મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા અને તમામ વકતાઓએ આગામી તા. ર૯ ને રવિવારના રોજ વિરપુર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજના મહાસંમેલનમાં સહ પરિવાર સાથે ઉપસ્‍થિત રહેવા હાકલ કરી છે.

જયારે મોરબી ખાતે સંમેલન ચાલુ હતુ ત્‍યારે જ ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીની રાજકોટ ઇન્‍ટનેશનલ એરપોર્ટની એડવાઇઝરી કમીટીમાં જીતુભાઇની વરણીનો મેસેજ આવતા સંમેલનમાં ઉપસ્‍થિત હજારો જ્ઞાતિજનોએ તાલીઓના ગડગડાટથી આ વરણીને વધાવી હતી.

(12:21 PM IST)