તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th September 2024
કાલાવડ તાલુકાના નવાગામમાં ધોધમાર બે ઇંચ વરસાદઃ મોટા પાંચ દેવડામાં દોઢ ઇંચ
જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં રાત્રે મેઘરાજાની એન્ટ્રીઃ અડધો ઇંચ વરસાદઃ આજે પણ વરસાદી માહોલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૭: જામનગર શહેર અને સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે રાત્રે હવામાનમાં પલટો આવ્યા પછી સાર્વત્રિક અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જયારે આજે પણ વરસાદી માહોલ બંધાયેલો જોવા મળી રહ્યો છે.
ઉપરાંત કાલાવડ તાલુકાના નવા ગામમાં ગઈકાલે રાત્રે ધોધમાર બે ઇંચ જયારે મોટા પાંચ દેવડા ગામમાં દોઢી ઇંચ વરસાદ પડી ગયા ના અહેવાલો પ્રાપ્ત થયા છે.
જામનગર શહેરમાં ગઈકાલે રાત્રિના ૧૦.૩૦ વાગ્યાના સમયે તોફાની પવનની સાથે સાથે વરસાદ ચાલુ થયો હતો, અને ધોધમાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું.
દસેક મિનિટ માટે પડેલા વરસાદના કારણે જામનગર શહેરમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો. જોકે તુરતજ વરસાદ રોકાઈ ગયો હતો. ત્યારબાદ આજે સવારે વરસાદી વાતાવરણ બંધાયેલું રહ્યું છે, અને છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા.
જામનગર શહેર ઉપરાંત ધ્રોલ અને જોડિયામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે કાલાવડ લાલપુર અને જામજોધપુરમાં પણ વરસાદી ઝાપટાં પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો હતો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જણાવ્યા અનુસાર નવાગામમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૪ મી.મી. તેમજ મોટા પાંચ દેવડામાં ૩૨ મી.મી. વરસાદ થયો છે. આ ઉપરાંત જામજોધપુર ના ધ્રાફા અને પરડવામાં ૧૦ ૧૦ મી.મી. લાલપુર ના હરીપરમાં ૧૫ મી.મી., જામજોધપુરના શેઠવડાળામાં ૧૫ મી.મી., ધ્રોલના લૈયારામાં અને લતીપુરમાં ૧૦ મી.મી. અને જામવણથલીમાં ૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
