<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ધોરાજીના મોટી વાવડી ગામે નાફેડના ૧૧ લાખના ચોરાઉ ચણા, રાયડો અને તુવેરનો જથ્‍થો મળ્‍યો

શકદાર તરીકે જયદીપ અપારનાથીનું નામ અપાયું: નાફેડના કર્મચારીની ફરીયાદ ઉપરથી પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ર૭: ધોરાજીના મોટી વાવડી ગામે ભાડાના મકાનમાંથી નાફેડના ૧૧ લાખના ચોરાઉ ચણા, રાયડો અને તુવેરનો જથ્‍થો મળી આવતા નાફેડના કર્મચારીની ફરીયાદ ઉપરથી પોલીસે શકદાર આરોપી સામે ગુન્‍હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્‍ય વિગતો મુજબ નાફેડના કર્મચારી દિવ્‍યેશભાઇ પ્રવિણભાઇ ઠુમ્‍મરે શકદાર આરોપી જયદીપ રમેશભાઇ અપારનાથી સામે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ શકદાર આરોપીએ નાફેડ હસ્‍તકની કોઇપણ જગ્‍યાએથી નાફેડની ર૩૬ ચણાની બોરીઓ, ૯૦ રાયડાની બોરીઓ તથા રપ તુવેરની બોરીઓ કિ. ૧૧ લાખની ચોરી કરી મોટી વાવડી ગામે આવેલ મકાન ભાડે રાખી ત્‍યા઼ ચણા, રાયડો તથા તુવેરની બોરીઓ રાખી દીધી હતી.

આ ફરિયાદ અન્‍વયે ધોરાજી તાલુકા પોલીસે શકદાર જયદીપ અપારનાથી સામે ગુન્‍હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ તાલુકાના પી.આઇ. એલ. આર. ગોહિલ ચલાવી રહ્યા છે. (૭.ર૩)

(2:29 PM IST)