<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ખેતીવાડીમાં નુકશાનનો સર્વે પુરો નથી થયો ત્‍યાં ટંકારામાં મેઘરાજા વરસતા પાણી-પાણીઃ અતિવૃષ્‍ટિ જાહેર કરવા માંગ

ભારે વરસાદનો માર ઝીલીને અડીખમ ઉભો રહેલ મોલને આ વરસાદથી નુકશાન થવાની દહેશત

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા,તા. ૨૭: લાંબા વિરામ બાદ ફરી એક વાર મેધાવી માહોલ વચ્‍ચે ટંકારા પંથકમાં દે ધનાધન દે ગાજ વિજ સાથે વરસાદ પડ્‍યો હતો ટંકારા મામલતદાર કચેરી ખાતે રાત્રે ૮ થી ૧૦ બે કલાકમાં  ૧૫ એમ એમ વરસાદ નોંધાયો હતો આ સાથે સિઝનનો કુલ વરસાદ ૧૨૭૧ એમ એમ એટલે કે ૫૩ ઈચં વરસાદ વરસ્‍યો છે. વરસાદને કારણે નિચાણ વાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સચરાચર વરસાદને પગલે ખેતરોમા ભારે વરસાદનો માર ઝીલી અડીખમ ઊભો રહી ગયેલ મોલ ને આ વરસાદથી મરણતોલ ફટકો મળે એવી રીતે કપાસ મગફળી સહિતના ખરીફ પાક માં ભયંકર નુકસાન થવાની ખેડુતોને દહેશત વચ્‍ચે ટંકારા માં તાત્‍કાલિક અતિવળષ્ટિ જાહેર કરવા માંગ ઉઠી.

ભારે વરસાદને કારણે મચ્‍છર જન્‍ય રોગો ફાટી નિકળ્‍યા છે ટંકારા તાલુકામાં રોગચાળાની મૌસમ ખિલી હોય એમ ડેન્‍ગ્‍યુના ઠગલાબંધ દર્દીઓ ખાટલે પડ્‍યા છે. લેબોરેટરીમાં ઇન્‍ફેક્‍શન વાયરલના અગણિત કેસો વચ્‍ચે આરોગ્‍ય વિભાગનું ફોટો શેશન!હોય એમ જમીનિ હકીકત જુદી છે ત્‍યારે તાત્‍કાલિક એક્‍શન પ્‍લાન થકી રોગચાળો કાબુમાં લેવા ભારે કવાયત કરવી જોઇએ.

(2:30 PM IST)