<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

આલણસાગર-ભાદર-સુરવો-કરમાળ-આજી-૧ ડેમ ફરી ઓવરફલોઃ સંખ્‍યાબંધ ગામોને ચેતવણી

આ ડેમોના પટમાં અવરજવર ન કરવા કલેકટર તંત્ર દ્વારા અપીલ

રાજકોટ તા.૨૭: રાજકોટ જિલ્લામા તથા ઉપરવાસમા વરસાદના કારણે જુદા-જુદા જળાશયોમા પાણીની આવક થતા નીચાણવાળા વિસ્‍તારોમા રહેતા લોકોને સાવચેત રહેવા તથા  નદીના પટમા અવરજવર ન કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા અપીલ કરાઇ છે. આલણસાગર નાની સિંચાઈ યોજના, ભાદર, સૂરવો, કરમાલ, રાજકોટ પાસેની આજી-૧, તથા ગોંડલી જળાશયમા પાણીની આવક થઇ છે.

જે મુજબ આલણસાગર નાની સિંચાઈ યોજના ડેમ ઓવરફલો થવાની સ્‍થિતિમાં છે. નીચાણમાં આવતા જસદણ,બાખલવડ, આટકોટ, પાંચવડા તથા જસાપર ગામ લોકોને નદીના પટમાં અવર જવર ન કરવી નહી. ગોંડલ પાસે આવેલ ભાદર જળાશયમા ૧૫ દરવાજા ૧.૮૩ મીટર ખોલાયા છે જેથી ધોરાજીના ભૂખી, ઉમરકોટ, વેગડી ગોંડલ, ભંડારીયા, ખંભાલીડા, મસીતળા, નવાગામ,નિલાખા, જામ કંડોરણા, ઇશ્વરિયા,તરડવા જેતપુર, દેરડી, જેતપુર,કેરાલી,ખીરસરા,લુણાગરા, લુણાગરી, મોનપુર, નવાગઢ,પાંચ પીપળા, રબારીકા,સરધારપુર, વાડાસડાના ગામ લોકોએ સાવચેત રહેવુ. જેતપુર પાસે આવેલ સૂરવો જળાશયના ૩ દરવાજા ૦.૬ મીટર ખોલાયાછે. જેથી જેતપુરના થાનાગાલોલ, ખીરસરા તથા ખજુરી ગૂદાળા ગામ લોકોએ સાવચેત રહેવુ. કોટડા સાંગાણી પાસે આવેલ કરમાલ જળાશયના ૨ દરવાજા ૦.૦૩૮ મીટર ખોલાયા છે. જેથી બગદડીયા, કરમાલ કોટડા, પીપળીયા, વાદીપરા તથા દેતાડીયા ગામ લોકોને સાવચેત રહેવુ. રાજકોટ તાલુકા પાસે આવેલ આજી-૧   ૦.૦૫ મીટર ઓવર ફલો થયેલ છે. જેથી બેડી, મનહરપુર,રાજકોટ, રોજકી તથા થોરાળા ગામ લોકોને સાવચેત રહેવુ. કોટડા સાંગાણી પાસે આવેલ ગોંડલી જળાશય ૧૦૦ ટકા ભરાયેલ હોઈ પાંચીયાવદર, માણેકવાડા, ખેરાડા, કોટડા સાંગાણી તથા રાજગઢ ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

(3:10 PM IST)