તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
આરક્ષણ મુદ્દે રાહુલ ગાંધીના અક્ષમ્ય નિવેદન સામે કચ્છ ભાજપે ધરણા કર્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૮: દેશના વિપક્ષી નેતા જેવું જવાબદાર પદ સંભાળી રહેલા રાહુલ ગાંધીએ છેક અમેરિકા જઈને અનામત મુદ્દે બિલકુલ ગેરજવાબદાર અને અણછાજતું નિવેદન આપીને તેમના પદની ગરિમા લોપી છે અને દેશના કરોડો આરક્ષિતોની ભાવનાને ઠેસ પહોંચાડી છે ત્યારે તેમના નિવેદનના વિરોધમાં કચ્છ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ ભુજ ટાઉનહોલ પાસે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા.
ધરણા કાર્યક્રમના આયોજનમાં કચ્છ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. મોરચાના અધ્યક્ષ અશોકભાઈ હાથીએ પ્રસંગોચીત ઉદબોધન કર્યું હતું. મહામંત્રીઓ રવિભાઈ ગરવા અને પ્રેમજીભાઈ મંગેરીયા તેમજ મોરચાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશથી ખાસ પધારેલ પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો પ્રધ્યુમનસિંહ જાડેજા,ᅠ અનિરુધ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, પુર્વ રાજયમંત્રી વાસણભાઈ આહિર, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતા, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ શાહ, રાહુલભાઈ ગોર, શીતલભાઈ શાહ, પચાણભાઈ સંજોટ, જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી, વિકાસભાઈ રાજગોર, પ્રફુલસિંહ જાડેજા, વિંજુબેન રબારી, વિવિધ મોરચાના પ્રમુખો માવજીભાઈ ગુસાઈ, પરસોત્તમભાઈ વાસાણી, આમદભાઈ જત, નરેન્દ્રસિંહ જાડેજા, મોમાયાભા ગઢવી, નરેશભાઈ મહેશ્વરી, હિતેશભાઈ ખંડોર, અમુલભાઈ દેઢીયા, પુનિતભાઈ દુધરેજિયા, ભીમજીભાઇ જોધાણી, સુરેશભાઈ સંગાર, વિનોદભાઈ વરસાણી, રશ્મિબેન સોલંકી મહીદિપસિંહ જાડેજા, અનવરભાઈ નોડે, જયંતભાઈ ઠક્કર સહિત સંગઠન અને મોરચાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
