<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

હળવદમાં ધોધમાર વરસાદથી ખેડૂતોને કપાસ અને મગફળીના પાકમાં ભારે નુકશાન

 

(દીપક જાની દ્વારા)હળવદ,તા. ૨૮: હળવદ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્‍યાની આસપાસ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર નગર માં પાણી પાણી થઇ ગયું હતું. જયારે ભારે વરસાદના લીધે ખેડૂતો ના કપાસ અને મગફળીના પાકમાં ભારે નુકશાન થયાના સમાચાર મળી રહ્યા છે. મોડી રાત્રી સુધી ઝરમર વરસાદ વરસ્‍યો હતો.

(10:52 AM IST)