તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
સોમનાથ મંદિર પાસે ૩ ધાર્મિક દબાણો દુર : ૩૮ ની અટકાયત
દરગાહ અને કબ્રસ્તાનમાં ડીમોલેશન : જીલ્લા કલેકટર દિગ્વીજયસિંહ જાડેજા, આઇજીપી નિલેશ જાજડીયા, એસપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ૧૪૦૦ જેટલા પોલીસ જવાનોનો કાફલો બંદોબસ્તમાં

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ૨૮: ગીર સોમનાથ જીલ્લાના આજે સવારના પ.૦૦ વાગ્યાથી મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ઼ં છે. જેમાં મસ્જીદ, દરગાહ સહિત ૩ ધાર્મિક જગ્યાનું ગેરકાયદે થયેલ દબાણ દુર કરાતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ દરમિયાન ૩૮લોકોની અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહીતી મુજબ શ્રી સોમનાથ મંદિર પાસે આજે સવારથી જીલ્લા કલેકટર દિગ્વીજયસિંહ જાડેજા, આઇજીપી નિલેશ જાજડીયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિત ૩ એસપી, ૬ ડીવાયએસપી, પ૦ પીઆઇ અને પીએસઆઇ સહિત ૧૪૦૦ જેટલા પોલીસ જવાનોનો કાફલો દબાણ હટાવ કામગીરી માટે ઉમટી પડયો હતો અને સવારથી દબાણ હટાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાના પોલીસ જવાનો તેમજ એસઆરપીની કંપનીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
ધાર્મિક જગ્યા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. પરંતુ પોલીસે ડીમોલેશન સ્થળ ઉપર લોકોને જવા પ્રતિબંધ મુકી દેતા ટોળાએ દબાણ હટાવ કામગીરી નજીક દેકારો મચાવ્યો હતો. સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ ઉપર અવરજવર ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ૭૦ જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.
દબાણ હટાવ કામગીરી માટે પ હિટાચી મશીન, ૩૦ જેસીબી, પ૦ ટ્રેકટર અને ૧૦ ડમ્પર સહીતના મશીનરી મુકવામાં આવી છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આવડુ મોટુ ડિમોલીશન કામગીરી શરૂ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
