<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

સોમનાથ મંદિર પાસે એકાદ જગ્‍યાએ બળપ્રયોગ કરવો પડયો : પ૮ એકર જમીન ખુલ્લી કરાઇ : એસપી મનોહરસિંહ જાડેજા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ર૮: ગીર સોમનાથ જીલ્લાના શ્રી સોમનાથ મહાદેવ મંદિર પાછળ આવેલા પ્રભાસપાટણ  વિસ્‍તારના આજે સવારના પા઼ચ વાગ્‍યાથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે અંગે આજે બપોરે ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપી હતી.

પત્રકાર પરીષદમાં મનોહરસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે, આજે સવારથી શરૂ થયેલ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન  પ૮ એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ દરમિયાન એકાદ જગ્‍યાએ બળપ્રયોગ કરવો પડયો હતો. ત્‍યાર બાદ શાંતિપુર્ણ રીતે  દબાણ દુર કરવામાં આવ્‍યું હતું અને ૩૮ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ૧૪૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્‍યા હતા.

(2:50 PM IST)