તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
કેશોદમાં બે ઇંચ : છેલ્લા બે દિવસમાં ચાર ઇંચ વરસાદ વરસી ગયો

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ર૮: કેશોદ વિસ્તારમાં ગત ગુરૂવાર થી શરૂ થયેલ વરસાદી માહોલ યથાવત રહેતા વધુ પોણાબે થી બે ઇંચ જેવોવરસાદ થવા પામ્યો છે.
ગઈકાલે આખા દિવસ દરમિયાન સવા ઇંચ જેવો ઝરમરીયો વરસ્યા બાદ રાત્રિના પણ વાતાવરણ યથાવત રહેતા વધુ પોણો ઇંચ જેવો વરસી ગયેલ હતો.
નોંધનીય છે કે,આ સાથે છેલ્લા બે દિવસ મા શાંત રીત સાડા ત્રણ થી ચાર ઇંચ જેવો વરસાદ પડેલ છે.
દરમિયાન કંટ્રોલરૂમ ખાતે ગઈ કાલ સવારના ૬ વાગ્યા થી આજ સવારના ૬ વાગ્યા સુધીમાં ( છેલ્લા ૨૪ કલાકમાં ) ૪૪ મી.મી. વરસાદ નોંધાતા સીઝન નો કુલ ૧૭૨૬ મી.મી. ( ૬૯.૦૪ ઇંચ ) થવા પામેલ છે. આજે સવારે ૯ કલાકે આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે પણ આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળેલ છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
