તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
પોરબંદરના ગરીબ કલ્યાણ મેળામાં ૧૪૬૩ લાભાર્થીઓને ર.પ૬ કરોડથી વધુ લાભોનું વિતરણ
જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, પુર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખુંટી પાલીકા પ્રમુખ ચેતનાબેન ઉપસ્થિત રહયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૮: જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૪૬૩ લાભાર્થીઓ રૂા. ર કરોડ પ૬ લાખથી વધુના લાભોનું વિતરણ કરાયું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર , રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિય,ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ ૧૪૬૩ લાભાર્થીઓને રૂ.૨ કરોડ ૫૬ લાખથી વધુનાં લાભોનું હાથો હાથ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્યું હતું. કે, ગરીબ કલ્યાણ મેળાનાં માધ્યમથી પારદર્શીક રીતે જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભો આપવામાં આવી રહ્યાં છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ૨૫ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ પર્યાવરણ બચાવવાની વાત કરતાં જણાવ્યું હતું કે જો પળથ્વી પર વળક્ષો જ નહીં હોય તો જીવવું અશકય છે.પર્યાવરણ જાળવણી કરવા અનુરોધ કર્યો હતો. દેશને વિકસીત બનાવવાં દરેક હાથમાં સ્કીલ હોવી જરૂરી છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકાર વિવિધ યોજના સહાય કરીને છેવાડાનાં લોકો આર્થિક રીતે સધ્ધર અને દરેકનાં હાથમાં કામ મળે તે દિશમાં કાર્ય કરી રહી છે. યોજનાઓ નો લાભ લઈને આગળ આવવા અને જીવનમાં પરિવર્તન કરવા તેઓએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સ્વચ્છતા અને નશાબંધી અંગે જાગળત કરતું નાટક રજુ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા પ્રોત્સાહિત જાગળત કરતી ડોકયુમેન્ટરી ફિલ્મ નું નિર્દેશન કરવામાં આવ્યું હતું. અને ગરીબ કલ્યાણ મેળાના મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. અને અને લોકો આરોગ્યની તપાસની કરાવી શકે તે માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. અને ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા વિકાસ અધિકારી વાઘાણી અને આભારવિધી તાલુકા વિકાસ અધિકારી આર. પી. મકવાણાએ કરી હતી.
આ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેક્ટર એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે . બી.ઠક્કર,તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખૂટી, નગરપાલિકા પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, જિલ્લા કારોબારી પ્રમુખ આવડાભાઈ ઓડેદરા, જિલ્લા પોલીસ વડા બી. યુ. જાડેજા, જિલ્લા વિકાસ ગ્રામ એજન્સી નિયામક રેખાબા સરવૈયા, પોરબંદર પ્રાંત અધિકારી એસ.એ.જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી પારસ વાંદા,સહિતનાં અધિકારીઓ- પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
