<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

ચુડા તાલુકામાં પાંચ ઇંચ

સાયલા-૪, લીંબડી, ચોટીલા, સુરેન્‍દ્રનગરમાં ૩ ઇંચ : વાસલ-નાયકા, નીંભણી ડેમો છલકાઇ ગયા

વઢવાણ, તા. ર૮ :  જિલ્લાના ચૂડા તાલુકામાં સૌથી વધુ ૧૩૩ મિમી એટલે કે, ૫ ઈંચથી વધુ વરસાદ થયો છે. જયારે સાયલામાં ૪ ઈંચથી વધુ, લીંબડીમાં ૩ ઈંચથી વધુ અને સુરેન્‍દ્રનગર-ચોટીલામાં ૩ ઈંચ આસપાસ વરસાદ થયો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં ૧૮ મિમી એટલે કે, અડધા ઈંચથી વધુ થયો છે. સતત ૨ દિવસના વરસાદથી જિલ્લામાં ૩ ડેમ ઓવરફલો થયા છે. જેમા ચુડાનો વાંસલ ડેમની સપાટી પરથી ૦.૦૩ મીટર ઉપર પાણી વહી રહ્યુ છે. જયારે મૂળીના નાયકા ડેમ અને સાયલાના નીંભણી ડેમના ૧ ગેટ ખોલવામાં આવ્‍યા છે. સુરેન્‍દ્રનગર અને વઢવાણ શહેરમાં ગુરૂવારે રાતના સમયે ભારે વરસાદથી સવારના સમયે રસ્‍તાઓ પર ચીક્કાર પાણી ભરાયા હતા.

(2:31 PM IST)