તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
ભાવનગરના મહુવામાં ચાર કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ : ભાવનગર શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ

(વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર :ગોહિલવાડ પંથકમાં આજે બપોર બાદ ફરી વરસાદી માહોલ ઊભો થયો હતો. જિલ્લાના મહુવા પંથકમાં ચાર કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ભાવનગર જિલ્લામાં ગઈકાલે વરસાદે વિરામ લીધા બાદ આજે બપોર બાદ ફરી વરસાદી માહોલ ઉભો થયો હતો. જિલ્લાના મહુવા ચાર કલાકમાં જ સાડા ચાર ઇચ વરસાદ પડી જતા મહુવા માં પાણી ભરાઈ ગયા હતા.
મહુવા અને આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
જ્યારે જિલ્લાના જેસરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પાલીતાણા માં સાંજે પોણા ઇંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર શહેરમાં સાંજે 7:30 વાગે વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું. હજુ પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહી ને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
