News of Sunday, 29th September 2024
ધ્રોલ ટાઉન ખાતે અનિ. હાઇવે હોટલની સામે પરિવારથી વિખુટા પડી ગયેલ ૫૫ વર્ષીય મહિલાને તેમના પરિવાર સાથે મેળાપ કરાવતી ધ્રોલ પોલીસ સ્ટેશનની શી-ટીમ
ઘણા સમયથી ભુખ્યા રહેલા મહિલાને પોલિસ ટીમે ભોજન કરાવ્યું અને પછી સગા સંબંધીઓનો સંપર્ક કરીને પરિવાર સાથે મિલન કરાવ્યું

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૯
જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ (IPS) તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.બી.દેવધા સાહેબ જામનગર ગ્રામ્ય વિભાગનાઓના તથા ધ્રોલ પોલીસ ઈન્સપેકટર એચ.વી.રાઠોડનાઓ તથા ધ્રોલ પોલીસ સબ ઈન્સપેકટર પી.જી.પનારાનાઓના માર્ગદર્શન મુજબ તારીખ-૨૭/૦૯/૨૦૨૪ ના રોજ કલાક-૧૫/૫૦ વાગ્યાની આસપાસ ધ્રોલ જામનગર-રાજકોટ હાઇવે રોડ પર આવેલ અનિ.હાઇવે હોટલના સામેના ભાગે એક ૫૫ વર્ષીય વુધ્ધ મહિલા રોડ પર સુતેલ હાલતમાં પડેલ હોય તે દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.બી.દેવૈધા સાહેબ જામનગર ગ્રામ્ય વિભાગનાઓના ત્યાથી પસાર થતા હોઇ તે સમયે તેમના ધ્યાને આવી હાલતમાં આ મહિલા આવેલ હોય.
જેથી તેમના દ્રારા ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા ધ્રોલ પોલીસ સ્ટાફ દ્રારા ત્યાં પહોચેલ અને તે મહિલા ૧૦૮ ની મદદથી સરકારી હોસ્પીટલ ધ્રોલ ખાતે દાખલ કરવામાં આવેલ અને ત્યા સરકારી હોસ્પીટલ ખાતે શી-ટીમના મહિલા પોલીસ દ્રારા તેમની મુલાકાત કરેલ અને તે વૃધ્ધ મહિલાની પુછપરછ કરતા પોતે પોતાનુ નામ હંસાબેન નાથાભાઈ રાઠોડ જણાવતા હોઇ અને તેઓ ઘણા સમયથી ભુખ્યા હોય તેવુ જણાવેલ.
જેથી મહિલા પોલીસ દ્રારા તેમના માટે ખાવા પીવાનુ લઇ તેમને આપેલ આપેલ અને વધુ પુછપરછ કરતા તેઓ પોતાના પરિવાર વિશે કંશુ બોલી રહેલ ન હોય જેથી ધ્રોલ પો.ઇન્સ એચ.વી.રાઠોડનાઓનાની સુચનાથી ધ્રોલ શી-ટીમ તથા સર્વેલન્સ સ્કોડ દ્રારા તે મહિલાના પરિવાર જનોની શોધખોળ કરતા હતા.જેમા વોટ્સ એપ દ્રારા તે મહિલાનો ફોટો તમામ ગ્રુપમાં શેર કરેલ જેથી તેમની કોઇ ઓળખાણ મળી આવ્યે તેમના દ્રારા ધ્રોલ પો.સ્ટે સંપર્ક કરવા જણાવેલ જેમા તેમના દુરના સગા સબંધી ધ્રોલ ટાઉનમાં રહેતા હોઇ તેઓ દ્રારા જણાવેલ કે તેમના પુત્ર તરઘડી ખાતે રહે છે. જેથી તેમના પુત્રનો સંપર્ક કરી તેઓએ પોતાનુ નામ વિજયભાઇ નાથાભાઇ રાઠોડ બતાવેલ હોઇ તેમને પુછપરછ કરતા જણાવેલ હોઇ કે તેમના માતા અહિયા ધ્રોલ હોસ્પીટલ ખાતે હોઇ તેમને લેવા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવેલ અને શી-ટીમ દ્રારા તેમને હોસ્પીટલ ખાતેથી પોલીસ સ્ટેશન લાવેલ અને શી-ટીમની હાજરીમાં તેમના પુત્રને સોપી આપેલ હતા.
આ સમગ્ર કાર્યવાહી ધ્રોલ પો.સ્ટેના પો.ઇન્સ એચ.વી.રાઠોડનાઓ તથા પો.સબ.ઇન્સ પી.જી.પનારાનાઓ તથા પ્રોલ પોલીસ સ્ટેશનના શી-ટીમના મહિલા કર્મચારી રીનાબેન રામજીભાઈ માટીયા તથા સંગીતાબેન કનુભાઈ બાલસરા તથા સર્વેલન્સ ઇન્ચાર્જ પો.હે કોન્સ ધર્મન્દ્રભાઈ પુનાભાઈ વોરા તથા રવિરાજસિંહ દાજીભા જાડેજા તથા જગદીશભાઈ મેરામણભાઈ જોગરાણાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
