<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના જોરમાં ઘટાડો : જામનગર જિલ્લાના કાલાવડના ખરેડીમાં અઢી ઇંચ વરસ્યો : નિકાવા મોટા વડાળા અને ધ્રાફામાં દોઢ ઇંચ

જુદાજુદા વિસ્તારોમા હળવો-ભારે વરસાદ યથાવત : સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ : ધૂપ-છાવ યથાવત

રાજકોટ તા.૨૯

        સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના જોરમાં ઘટાડો નોંધાયો છે જામનગર જિલ્લાના કાલાવડના ખરેડીમાં અઢી ઇંચ વરસ્યો છે. નિકાવા મોટા વડાળા અને ધ્રાફામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.જુદાજુદા વિસ્તારોમા હળવો-ભારે વરસાદ યથાવત : સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ છે.ધૂપ-છાવ યથાવત છે.

             જામનગરના પ્રતિનિધિ મુકુંદ બદિયાણીના અહેવાલમાં જણાવ્યું છે કે જામનગર જિલ્લાના કાલાવાડના ખરેડીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે નિકાવા,મોટા વડાળા અને  ધ્રાફા ગામમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત ધુનડા પરડવામાં એક ઇંચ તથા મોટા પાંચ દેવડા વાસજાળીયા હરીપર પડાણા શેઠ વડાળા નવાગામ જામવાડી ધ્રોલ કાલાવડમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

 

(2:52 PM IST)