<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

"સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪: સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”બાળાઓ દ્વારા 'સ્વચ્છતા'ની થીમ સાથે અમરેલી સ્થિત મહિલા વિકાસ ગૃહની બાળાઓ દ્વારા ' ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા યોજાઈ

'સ્વચ્છાગ્રહ' અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન, વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ માટે નાગરિકોને સમજ આપવામાં આવી

અમરેલી તા. ૨૯ 

 તા.૨ ઑક્ટોબર - મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં "સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે.

'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત અમરેલી સ્થિત મહિલા વિકાસ ગૃહની બાળાઓ દ્વારા 'સ્વચ્છતા'ની થીમ સાથે ચિત્ર, રંગોળી તેમ જ વકતૃત્વ સ્પર્ધા

યોજવામાં આવી હતી. વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ માટે નાગરિકોને સમજ આપવામાં આવી હતી.

સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત  સ્વચ્છતાલક્ષી વિવિધ સ્પર્ધા, નાટકની પ્રસ્તુતિ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત્ત કરવામાં આવી રહયા છે. 

સ્વચ્છતા પ્રત્યે જનજાગૃત્તિ માટે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૌને સહિયારા પ્રયત્ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. 

સમગ્ર અમરેલી જિલ્લો સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળો બને, રોગચાળા મુકત બને તે બાબતે સૌને સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. (ધર્મેશ)    

(3:42 PM IST)