News of Monday, 30th September 2024
દ્વારકા નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી

દ્વારકા: બે દિવસ પહેલા દ્વારકા નજીક રસ્તા પર ઉતરી આવેલા બળદને બચાવવા જતાં એક પછી એક એમ કુલ ચાર વાહનો અકસ્માતનો ભોગ બન્યાં હતાં અને જેમાં એક અજાણી મહિલા સહિત સાત લોકોએ પ્રાણ ગુમાવ્યા છે.
પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. એક વ્યક્તિ ની ઓળખ નથી થતી. માર્યા ગયેલાઓમાંથી પાંચ વ્યક્તિઓ ગાંધીનગરના કલોલના છે જેમને કલોલ સ્થિત રામકથાના શ્રોતા શ્રી નવીનભાઈ અને તેમની ટીમ દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. અન્ય મૃતક છે તેમના પરિવારને રાજકોટના શ્રોતા દ્વારા સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે.તેમ જયદેવ માંકડ ની યાદીમાં જણાવાયું છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
